બ્રેકિંગ ન્યુઝ
VTV / Viral / VIDEO : ગર્લફ્રેન્ડને ટાંકી પર બેસાડી પછી... મોતના કૂવામાં કપલના રોમાન્સનો વીડિયો વાયરલ
Last Updated: 01:59 PM, 22 June 2025
નાપણમાં દરેક લોકો મેળામાં ગયા જ હશો, ત્યારે તે સમયે દરેક વ્યક્તિ એક દ્રશ્ય જોવા માટે આતુરતાથી રાહ જોતી હોય છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ મોતના કૂવાની. હાં, જૂના ધૂળિયા મેદાનમાં બનાવેલા ગોળ આ કૂવામાં બાઈક સ્ટન્ટ દેખાડવામાં આવતો હતો. કૂવાની દિવાલો ગોળ અને ખતરનાક છે, જેને જોતા શ્વાસ અટકી જાય તેવી સ્થિતિ સર્જાય. ઉપરના તંબુમાં લટકતી લાઇટો હવામાં ઝૂલી રહી હતી અને દર્શકો ભીડ કરીને કિનારે બેઠા હતા અને દરેક જણ કૂવામાં થનાર સ્ટન્ટ જોવા માટે આતુર હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોતના કૂવાનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં એન્જિનના અવાજ સાથે એક બાઇક શરૂ થઈ અને બધાએ વિચાર્યું કે કોઈ બાઇકર હવે પોતાની કળાઓ દેખાડશે. પણ અચાનક આશ્ચર્યજનક રીતે એક છોકરી બાઇકની ટાંકી પર બેઠેલી દેખાઈ. છોકરીના વાળ ખુલ્લા હતા, ચહેરા પર નિર્ભયતા ઝળકી રહી હતી અને પાછળ છોકરીનો બોયફ્રેન્ડ બાઇક ચલાવી રહ્યો હતો, જાણે તે પોતાનું જીવનનું સૌથી જોખમી સ્ટન્ટ કરી રહ્યો હોય.
ADVERTISEMENT
क्या आपने यह खेल देखा है अगर देखा है तो किस जगह?
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) June 19, 2025
लोगों ने कुछ दशक पहले यह खेल जिसको ज्यादातर लोगों ने देखा होगा इस खेल का नाम मौत का कुआं है !! pic.twitter.com/7CdEjixUbU
આ યુગલે માત્ર ખતરનાક સ્ટન્ટ જ કર્યો નહોતો, પણ પ્રેમને એક નવી વ્યાખ્યા આપી હતી. છોકરો બાઇક ચલાવી રહ્યો હતો અને સાથે પોતાની પ્રેમીકાની સુરક્ષાને ધ્યાન પર પણ નજર રાખી રહ્યો હતો. છોકરી શાંત ચહેરા સાથે ટાંકી પર બેઠી હતી અને તેના ચહેરાની આંખોમાં વિશ્વાસ હતો કે તેનો સાથી જીવનની દરેક દિવાલ પર તેને સુરક્ષિત લઈ જશે. બાઇક એવી ઝડપે ફરતી હતી કે ગુરુત્વાકર્ષણનું અસ્તિત્વ જ નથી એવું લાગતું હતું. દર્શકો સીટી વગાડી રહ્યા હતા, અવાજ કરી રહ્યા હતા, પણ યુગલ માત્ર એકબીજામાં વિલીન હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો @ManojSh28986262 નામના યુઝરના એકાઉન્ટ પરથી શેર થયો છે અને તે લાખો લોકો જોઈ ચુક્યા છે. અનેક લોકોએ વીડિયો લાઈક કર્યો છે અને તેના પર ટિપ્પણીઓ કરી છે. કોઈએ લખ્યું કે 'આ જ ખરેખર #CoupleGoals છે', તો કોઈએ લખ્યું કે 'પ્યાર હો તો ઐસા'. બીજી તરફ કેટલીક ટિપ્પણીઓ આવી કે આ પ્રકારના ખતરનાક સ્ટન્ટ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ રીતે, આ યુગલનો આ કૃત્ય માત્ર રોમાંચ અને પ્રેમનો સંદેશક નથી રહ્યો, પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય પણ બની ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.