બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : સ્ટંટનું ભૂત ક્યારે ઉતરશે! આણંદમાં શખ્સે દરવાજો ખુલ્લો રાખીને ચલાવી કાર
Last Updated: 11:02 AM, 15 March 2025
રાજ્યમાં વારંવાર બેદરકારી રીતે અસમાજિક તત્વો દ્વારા ગાડીઓ ચલાવવામાં આવતી હોય છે. જેના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે બેદરકારી રીત ગાડી હંકારવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં આણંદ શહેરમાં રોડ પર દોડતી કારનો વીડિયો વાયરલ થયો હતો.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ વિદ્યાનગર રોડ પર કારનો દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવી રહ્યો હતો. ત્યારે આ ઘટનાને અન્ય ગાડી ચાલકે કેમેરામાં કેદ કરી લીધી હતી. જેમાં જોવા મળતા દ્રશ્યો મુજબ કારચાલકે ચાલુ કારમાં દરવાજો ખુલ્લો રાખી કાર ચલાવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV
ત્યારે તાજેતરમાં જ વડોદરામાં યુવનની બેદરકારીના કારણે એકનું મોત નિપજ્યું છે. ત્યારે આણંદનો આ વીડિયો વાયરલ થયો હતો. ત્યારે શું પોલીસ આવા તત્વો ને શોધી કાયદાનું ભાન કરાવશે કે નહીં તેવા પ્રશ્નો ઉભા થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.