લગ્નની સિઝન ચાલી રહી છે. આ દરમ્યાન અમે તમને એક વીડિયો બતાવી રહ્યાં છે. જેને જોઈને તમારું મગજ હલી જશે. આ વીડિયો લગ્નના દિવસનો છે, જેમાં વરરાજા દુલ્હનને સ્ટેજ પર વરમાળા પહેરાવે છે.
વરરાજા દુલ્હનને સ્ટેજ પર વરમાળા પહેરાવે છે
દુલ્હને વરરાજાના મોંઢા પર ફેંકી વરમાળા
જુઓ Video, વીડિયો જોઈ તમારું માથુ ફરી જશે
તમે કલ્પના પણ નહીં કરી હોય તેવુ છે આ વીડિયોમાં
આમ તો લગ્નનો દિવસ પરિવાર અને સંબંધીઓ માટે ખાસ હોય છે. પરંતુ સૌથી વધારે વરરાજા અને દુલ્હન માટે વિશેષ દિવસ હોય છે. પોતાના લગ્નના દિવસને સ્પેશિયલ બનાવવા માટે વરરાજા અને દુલ્હન કઈક સ્પેશિયલ કરે છે. ઘણી વખત તેઓ સ્ટેજ પર પણ કઈક અનોખુ કરી નાખે છે. જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. આ વીડિયોમાં કઈક આવુ જ છે.
દુલ્હને વરરાજાના મોંઢા પર વરમાળા ફેંકી
વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર એક વરરાજા પોતાની દુલ્હનને ખૂબ પ્રેમથી વરમાળા પહેરાવે છે. વરરાજા જેવો દુલ્હનને વરમાળા પહેરાવે છે, તેવી દુલ્હન અચાનક ગુસ્સામાં આવી જાય છે. ત્યારબાદ દુલ્હન વરમાળાને વરરાજાના મોંઢા પર ફેંકી સ્ટેજ પરથી સીધી નીચે ઉતરી જાય છે. જે જોઈને વરરાજા હેરાન થાય છે અને વરરાજાની આજુબાજુમાં ઉભા રહેલા લોકો પણ આ નજારો જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે.
વીડિયોમાં વધુ આગળ જોશો તો ખ્યાલ આવશે. જેને જોઈને તમને હસવુ આવશે. વીડિયો જોઈને તમને થશે કે આ શું નાટક છે! ખરેખર, થોડી ક્ષણો બાદ દુલ્હન સ્ટેજ પર પાછી આવી જાય છે અને બાકીના લોકો હસવા માંડે છે. ખરેખર, દુલ્હને વરરાજા સાથે મજાક કરી હોય છે. અગાઉ આવી મજાક ક્યારેય તમે નહીં જોઈ હોય.