બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:45 PM, 14 March 2025
હવે કહેવા માટે હોળી તો રંગોનો તહેવાર છે, જેને લોકો જોશ અને ઉત્સાહ સાથે ઉજવે છે. હવે આ તહેવારના નિયમ તો એ જ છે કે પરિવાર, મિત્રો સાથે રંગ અને પાણી લઈને રમવું જોઈએ, પરંતુ આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણા કારણે અન્ય કોઈ પરેશાન ન થાય કે કોઈ તકલીફનો સામનો ન કરવો પડે! જોકે ઘણા લોકો આ બાબતોને નથી સમજતા કેમ કે તેમણે લાગે છે કે બુરા ન માનો હોલી હે કહીને કઈ પણ કરી શકે છે અને પછી તેમણે વિચાર્યું પણ ન હોય તેવી સજા મળે છે. આવો જ એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
હોળીના દિવસે લોકો ટોળકીમાં એકજુથ થઈએ રસ્તા પર જતાં લોકોને પરેશાન કરે છે. જોકે જ્યારે આ મોકા પર છોકરીઓ પોતાના પર આવે છે ત્યારે છોકરાઓ બચવાની જગ્યા શોધે છે. વાયરલ વિડીયોમાં જુઓ કે અમુક છોકરા મળીને મહોલ્લાની છોકરીઓને રંગ લગાવવા નીકળ્યા પરંતુ બાદમાં મહિલાઓને મળીને જે કર્યું તેને જોઈને કહેશો કે છોકરાઓ હવે ક્યારેય હોળી નહિ રમે!
વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અમુક છોકરાઓ, મહિલાઓને રંગ લગાવવા નીકળ્યા. જોકે મહિલાઓએ તેમનો પ્લાન ફેલ કરતાં તેમને ઘેરી લીધા છે અને જમીન પર પટકી-પટકીને તેમણે રંગ લગાવવાનું શરૂ કરે છે. તેમાં અમુક મહિલાઓ તો કપડાંથી તેને ધોવાનું પણ શરૂ કરી દે છે. આ સિવાય મહિલાઓનો સાથ આપતા એક વ્યક્તિ ત્યાં આવે છે અને છોકરાઓને મારવાનું શરૂ કરી દે છે. જ્યારે આ સખા સીન દરમિયાન છોકરા પોતાનો જીવ હાથમાં લઈને ભાગતા દેખાઈ રહ્યા છે.
વધુ વાંચો: VIDEO: રેલવે સ્ટેશન પર 'પાપા કી પરી'ને વીડિયો બનાવવો ભારે પડ્યો, અંકલે ઉતાર્યું રીલનું ભૂત
આ વિડીયોને ઈન્સ્ટા પર neha_khasa_sonipat નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરી પોતાનું રીએક્શન આપ્યું છે. એક યૂઝરે લખ્યું કે હું હોળી રમવા જારી રહ્યો હતો video જોઈને પાછો ઘરે આવી ગયો જાણ હે તો જહાન હે. ત્યારે બીજાએ લખ્યું, હવે આવતા વર્ષે હોળીની રાહ નહિ જૂએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.