બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / viral video farooq abdullah dancing at capt amarinder singhs granddaughters wedding knowat

રસપ્રદ / ફારુક અબ્દુલ્લાનો ‘ગુલાબી આંખે જો તેરી દેખી’ પર ડાન્સ કરતો વીડિયો વાયરલ, જોનારાઓએ કહ્યું...

Dharmishtha

Last Updated: 08:51 AM, 5 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • વીડિયો કેપ્ટન અમરિંદરની પૌત્રીના લગ્નનો
  • ગુલાબી આંખે જો તેરી દેખી ગીત પર ફારુક અબ્દુલ્લા ડાન્સ કરતા જોવા મળ્યા
  • એક અન્ય ગીત પર ફારુક અબ્દુલ્લા કેપ્ટનને પોતાની સાથે ખેંચી લે છે

 વીડિયો કેપ્ટન અમરિંદરની પૌત્રીના લગ્નનો

આ વીડિયોમાં ફારુક અબ્દુલ્લા ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. એ બાદ તે પોતાની સાથે કેપ્ટન અમરિંદર સિંહને ખેંચી લે છે. હકિકતમાં આ વીડિયો કેપ્ટન અમરિંદરની પૌત્રીના લગ્નનો છે.

ગુલાબી આંખે જો તેરી દેખી ગીત પર ફારુક અબ્દુલ્લા ડાન્સ કરતા જોવા મળ્યા

આ લગ્ન ગત અઠવાડીયે નવી દિલ્હીમાં થઈ હતી. કેપ્ટનની પૌત્રી સહરઈન્દર કૌરના લગ્નની પાર્ટીમાં અનેક નેતાઓ હાજરી આપી હતી.  વીડિયોમાં પહેલા ગુલાબી આંખે જો તેરી દેખી ગીત પર ફારુક અબ્દુલ્લા ડાન્સ કરતા જોવા મળ્યા હતા. પછીથી એક અન્ય ગીત પર તેઓ કેપ્ટનને પોતાની સાથે ખેંચી લે છે. આ વીડિયોમાં અન્ય લોકો પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોને સોશિયલ મીડિયા પર હજારો યુઝર્સ ઉપરાંત કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના નેશનલ કન્વેનર સરલ પટેલે પણ શેર કર્યો છે. સરલે લખ્યુ કે ફારુક અબ્દુલ્લા અને કેપ્ટન અમરિંદર સિંહે સાબિત કર્યું કે ઉંમર માત્ર એક સંખ્યા છે.

એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે રાજદ્રોહની અરજી ફગાવી

ઉલ્લેખનીય છે કે ફારુક અબ્દુલ્લા પોતાના નિવેદનોને લઈને મોટા ભાગે વિવાદોમાં રહે છે. એક દિવસ પહેલા તેમની વિરુદ્ધ રાજદ્રોહની કાર્યવાહી કરવા માટે અરજી દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હકિકતમાં રજત શર્મા નામના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે જમ્મુ- કાશ્મીરમાં કલમ 370ની વિરુદ્ધ નિવેદન પર ફારુકની વિરુદ્ધ રાજદ્રોહની કાર્યવાહી કરવાના આદેશની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Farooq Abdullah capt amarinder singh viral video ડાન્સ ફારુક અબ્દુલ્લા વાયરલ વીડિયો Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ