બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Viral / બોલિવૂડ / VIDEO: ડાન્સ કરતા વખતે જોવા મળ્યું સલમાન ખાનનું લટકતું પેટ, લોકોએ કરી મજેદાર કોમેન્ટ
Last Updated: 07:43 PM, 12 May 2025
સલમાન ખાન છેલ્લે સિકંદર ફિલ્મમાં દેખાયો હતો. આ વખતે ફિલ્મમાં સલમાન ખાન શર્ટલેસ નહતો. ફિલ્મ રિલીઝ પહેલા ઘણી તે ઘણી જગ્યાએ દેખાયો હતો. તેને જોઈને એવું લાગતું હતું કે હવે તેની બોડી પર ચરબી આવી ગઈ છે. અહેવાલો પણ હતા કે સલમાન બીમાર છે, આ કારણે તેની બોડી હેવી દેખાઈ રહી છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાનની ફાંદ દેખાઈ રહી છે.
ADVERTISEMENT
सोलमोन सर भी मोटा गए?
— Shivani Sahu (@askshivanisahu) May 12, 2025
फिर वो फिल्मों में 6 पैक कैसे दिखाते हैं?pic.twitter.com/LHInxeeh0j
સોશિયલ મીડિયા પર શિવાની નામની યુઝરે એક વીડિયો શેર કર્યો છે. આ કેપ્શનમાં તેને લખ્યું, સલમાન સર પણ જાડા થઈ ગયા? છતાં તે ફિલ્મોમાં 6 પેક કેવા દેખાય છે? જાણવી દઈએ, યુઝરે જે વીડિયો શેર કર્યો છે તે કદાચ કોઈની ઇવેંટ નો છે. જેમાં તે ડાન્સર્સ સાથે ડાન્સ કરી રહ્યા છે. તેને બ્લેક પેન્ટ અને ટી-શર્ટની ઉપર જેકેટ પહેર્યું છે. જ્યારે તે એક સ્ટેપ કરે છે ત્યારે તેનું ટી-શર્ટ થોડું ઉપર થઈ જાય છે. જેમાંથી તેની લટકતી ફાંદ દેખાય છે. તેને જોઈને એવું લાગે છે કે સલમાનનું પેટ ઘણું બહાર નીકળી આવ્યું છે.
ADVERTISEMENT
આ વીડિયોને જોયા બાદ ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ટેક્નોલોજીનો કમાલ છે. બીજા એ લખ્યું, આ વ્યક્તિનું હવે તો વૃદ્ધ થવાની શરૂઆત થઈ ગઈ છે. આનાથી સારું સ્વાસ્થ્ય તો અમિતાભ બચ્ચનનું દેખાય છે. જ્યારે તે વ્યક્તિ 80 વર્ષનો થઈ ગયો છે. એક અન્ય યુઝરે લખ્યું, ફિલ્મોમાં નકલી સિક્સ પેક બતાવે છે, જે કેમેરાનો કમાલ હોય છે. VFX ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
વધુ વાંચો; Photos: બેડ પર આડી પડીને આકાંક્ષા પૂરીએ એવું ફોટોશૂટ કરાવ્યું, કે ACમાં પણ પરેસેવે થઇ જશો રેબઝેબ
જોકે અમુક લોકો સલમાનને સપોર્ટ પણ કરી રહ્યા છે. જેમાંથી એક યૂઝરે લખ્યું, મેડમ પરીક્ષાની તૈયારી એક દિવસમાં નથી થતી. આમ તો 6 પેક માટે પરસેવો પાડવો પડે છે, મહેનત કરવી પડે છે, તેને વર્કઆઉટ કહે છે. જોકે આ વીડિયોથી નથી ખબર પડતી કે સલમાનનો કયારનો વીડિયો છે. આ વીડિયો જોયા બાદ સલમાનના ફેન્સ ખૂબ ચિંતિત પણ દેખાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.