બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : અનુષ્કાએ અકાયને સોંપી દીધો નાનીને, પણ વામિકા થઈ હેરાન, કોહલી ડોકાયો, વીડિયો વાયરલ
Last Updated: 12:45 PM, 15 May 2025
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો તેમના બાળકો, વામિકા અને અકાય સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અનુષ્કા પતિ કોહલી અને બન્ને છોકરાઓને લઈને અયોધ્યામાં રહેતી તેની મમ્મીને ઘેર પહોંચી હતી.
ADVERTISEMENT
ગેટ પર બન્યું મજાનું
ADVERTISEMENT
વીડિયોમાં, અનુષ્કા તેના દીકરા અકાયને તેડીને માતાના ઘરે પહોંચતી જોવા મળે છે. તેમની દીકરી વામિકા નજીકમાં ઉભી છે અને તેમને જોઈ રહી છે. અભિનેત્રીની માતા દરવાજે તેમનું સ્વાગત કરે છે, બાળક અકાયને પોતાના હાથમાં લે છે અને અનુષ્કાને ગળે લગાવે છે જ્યારે વામિકા તેમને પ્રેમથી જોઈ રહી છે. વિરાટ પણ પૃષ્ઠભૂમિમાં થોડા સમય માટે દેખાય છે. વીડિયોમાં પરિવાર સાથે ઘરમાં પ્રવેશતો જોવા મળે છે.
અનુષ્કાએ કોહલીને હાથ ન આપ્યો
મંગળવારે બેંગ્લુરુ ડિનર ડેટ માટે નીકળેલા કોહલી અને અનુષ્કાએ વચ્ચે એવું બન્યું કે ચર્ચા વહેતી થઈ કે તેમની વચ્ચે બધું સારુ લાગી રહ્યું નથી. હકીકતમાં કારમાંથી ઊતરતી વખતે કોહલીએ અનુષ્કા સામે હાથ લંબાવીને તેને સપોર્ટ કર્યો પરંતુ અનુષ્કાએ તેનું સામે જોયું પણ નહીં અને જાતે કારનો દરવાજો પકડીને નીચે ઉતરી ગઈ. આ પછી કોહલી તો તાકતો રહી ગયો હતો.
શું હતો અવનીત કૌર વિવાદ
સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટા પર લાઈક કરતાં સોશિયલ મીડિયામાં વિવાદ થયો હતો. અવનીત કૌર જાણીતી ગ્લેમરસ એક્ટ્રેસ છે. ખુલાસો કરતાં કોહલીએ ઈન્સ્ટા પર લખ્યું કે મારો આવો ઈરાદો નહોતો, મેં તો મારા ફીડને સાફ કરતાં ભૂલથી આવું કરી લીધું હશે. અલ્ગોરિધમે ભૂલથી કોઈ ક્રિયા આપી દીધી હશે, ખરેખરે મારો આવો કોઈ (અવનીતની તસવીરને લાઈક કરવાનો) ઈરાદો નહોતો. હું વિનંતી કરું છું કે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધી લો. તમારી સમજણ બદલ આભાર. હકીકતમાં 1 મેના દિવસે કોહલીની પત્ની અનુષ્કાનો જન્મદિવસ હતો અને આ દિવસે કોહલીએ ગ્લેમરસ એક્ટ્રેસ અવનીત કૌરના ફોટાને લાઈક કરતાં સોશિયલ મીડિયાના યૂઝર્સ ખળભળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.