બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 3 વર્ષની આ બાળકીએ રસ્તા વચ્ચોવચ એવું ગીત ગાયું, કે 20 કરોડથી વધુ લોકોએ Video જોઈ નાખ્યો
Last Updated: 03:10 PM, 11 September 2024
સોશિયલ મીડિયા પર દરરોજ એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થાય છે. પરંતુ હાલમાં વાયરલ થયેલી આ રીલને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ભાગ્યે જ કોઈ અન્ય ક્લિપને લોકોએ આટલી વાર જોઈ હશે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી 3 વર્ષની બાળકીની રીલ અત્યાર સુધીમાં 200 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં એક નાની છોકરી પિયાનોની ધૂન પર ટાઇટેનિકનું ગીત ગાતી સાંભળી શકાય છે. આ બાળકીનો લગભગ 90 સેકન્ડનો આ વીડિયો એટલો ક્યૂટ છે કે દરેક તેના વખાણ કરતા થાકતા નથી. ક્લિપમાં બાળકીને ગાતી સાંભળીને રસ્તા પર એકઠા થયેલા લોકો તેને કેમેરામાં કેદ કરવા લાગ્યા. લાખો લોકોએ આ ક્લિપ પર કોમેન્ટમાં બાળકી પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે.
ADVERTISEMENT
તાજેતરનો વીડિયો રસ્તાના કિનારે પિયાનો વગાડતા એક વ્યક્તિનો છે, જેની પાસે એક 3 વર્ષની બાળકી આવે છે. બાળકી તેને પૂછે છે - શું તમે સેલિન ડીયોનના ગીત - My heart will go on ની ટ્યુન વગાડશો. બાળકીની વાત સાંભળીને આ વ્યક્તિ ધૂન વગાડે છે, ધૂન સાંભળીને આસપાસ લોકો ભેગા થવા લાગે છે. પરંતુ જેવી બાળકી ગાવાનું શરૂ કરે છે, ભીડ સ્તબ્ધ થઈ જાય છે. તે ખૂબ જ સુંદર રીતે ગાય છે અને લોકો વીડિયો બનાવવા લાગે છે. જ્યારે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો તો લોકોએ તેના પર શાનદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચો: 1.8 અરબ વર્ષ પહેલા કેવી દેખાતી હતી પૃથ્વી? 72 સેકન્ડના વીડિયોમાં જુઓ સંપૂર્ણ ઈતિહાસ
3 વર્ષની બાળકીનું ક્યૂટ પર્ફોર્મન્સ બધાના દિલને સ્પર્શી ગયું છે. અત્યાર સુધી લાખો લોકો આ રીલ પર કોમેન્ટ કરી ચૂક્યા છે. 9 સપ્ટેમ્બરે અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 22 કરોડ 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 1.5 કરોડથી વધુ યુઝર્સે પણ આ પોસ્ટ પર લાઈક બટન દબાવ્યું છે. જો કમેન્ટ્સની વાત કરીએ તો આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 2 લાખ 75 હજારથી વધુ કોમેન્ટ આવી ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.