ગીર ગ્રામ્ય વિસ્તારમાં 15 થી 20 સિંહોના ટોળાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
ગીર ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનું ટોળુ દેખાયું
આંબાના બગીચામાંથી નિકળ્યુ સિંહોનું ટોળુ
મોડી રાતે સમૂહમાં લટાર મારવા નિકળ્યા સિંહો
ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહનું ટોળું દેખાયું હતું. રાત્રિના સમયગાળા દરમિયાન લટાર મારવા નીકળેલ વનરાજનું દુર્લભ ટોળુ જોવા મળ્યું હતું. એક, બે નહી પણ એકસામટા 15થી 20 સાવજોનું ટોળું કેમેરામાં કેદ થયું હતું. મહત્વનું છે ગીર પંથકમાં અવારનવાર આ પ્રકારે સિંહોનું ટોળું આવી ચડતું હોય છે જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
રાતના સમયે 15થી 20 સિંહોનું ટોળુ લટાર મારવા નિકળ્યું
ગીર ગ્રામ્ય વિસ્તારમાં એક દુર્લભ અને અવિસ્મરણીય લ્હાવો ગણાય તેવી ઘટના કેમરાના કચકડે કંડારાય હતી. મોડી રાતે 15થી 20 જેટલા સિંહો સમૂહમાં લટાર મારવા નિકળ્યા હતા. ગીરના આંબાના બગીચામાંથી સિંહોનું ટોળુ પસાર થઇ રહ્યું હતું આ વેળાના લ્હાવાને કોઇએ વિડીયોમાં કેદ કરી લીધો હતો. જોત જોતાંમાં આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતીમાં એક કહેવાત છે કે સિંહના ટોળા ન હોય! પરંતુ ગીરના જંગલોમાં અનેક વખત સિંહના ટોળા કેમેરામાં કેદ થતા હોય છે. ત્યારે આ વખતે એક સાથે 15 થી20 સિંહોનું ટોળુ વિડીયોમાં દ્રશ્યમાન થાય છે.