viral social twinkle khanna make pancakes and fun device free evening with daughter nitara
માંની મમતા /
ટ્વિંકલ ખન્ના પોતાની દીકરીને આવી રીતે શિખવે છે સારી આદતો, વિતાવે છે ડિવાઇસ ફ્રી સાંજ
Team VTV08:02 PM, 21 Jan 22
| Updated: 08:02 PM, 21 Jan 22
ટ્વિન્કલ ખન્ના અભિનયથી દૂર રહીને એક લેખક અને માંની ભૂમિકા નિભાવી રહી છે. અક્ષય કુમાર સાથે તો એકસાથે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. એવામાં ટ્વિન્કલ પોતાના પરિવારની સારસંભાળની સાથે દીકરી નિતારાની સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. જેની એક ઝલક અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો શેર કરીને બતાવી છે.
ટ્વિન્કલ ખન્ના અક્ષય કુમાર સાથે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત
ટ્વિન્કલ દીકરી નિતારાની સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે
દીકરીને પેનકેક શણગારવાનુ શિખવાડ્યું અને સારી બાબતો શિખવાડી
ટ્વિન્કલ દીકરી નિતારા સાથે વિતાવી રહી છે ક્વોલિટી સમય
આજકાલના સમયમાં દરેક બાળક મોટાભાગનો સમય મોબાઈલ અને ટેબલેટ પર વિતાવે છે, જેનાથી છૂટકારો અપાવવાની પદ્ધતિએ ટ્વિન્કલે શોધી કાઢી છે. ટ્વિન્કલ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરીને જણાવ્યું છે કે પોતાની 9 વર્ષની દીકરી નિતારાની સાથે સાંજનો સમય કેવીરીતે વિતાવે છે. એક વીડિયોમાં ટ્વિન્કલ પેનકેક બનાવતી જોવા મળી રહી છે. જેના પર તેમની દીકરી ટોપિંગ કરી રહી છે. આ સિવાય કાર્ડ્સ રાઈટિંગની સાથે સારા લેખક જેવા કે સુધા મૂર્તિની બુક દ્વારા પરિચય પણ આપી રહી છે. સાંજની ઝલક બતાવતા ટ્વિન્કલે મજાકમાં લખ્યું, ‘Tweak’s સબ્સ્ક્રીપ્શન બોક્સને એક્સપ્લોર કરનારી એક સારી, ડિવાઈસ ફ્રી સાંજ.
ટ્વિન્કલ ખન્નાએ વધુમાં લખ્યું છે, મેં પેનકેક બનાવી અને તેણે શણગારી. પછી જ્યારે અમે વર્ડ બિલ્ડિંગ કાર્ડ ગેમ રમી રહ્યા હતા ત્યારે તેણે ખાધુ. તે જલ્દી મને હરાવી શકે છે, કારણકે તે સ્પર્ધક છે. અમે તેને આદત બનાવવાનું વિચાર્યુ છે. આપણા બાળકોને આપણુ ધ્યાન જોઇતુ હોય છે અને આ મહામારીના સમયમાં આપણે બાળકોને આ રીતે ખુશ રાખી શકીએ છીએ.
ટ્વિન્કલના ચાહકોએ કર્યા વખાણ
ટ્વિન્કલ ખન્ના આ પ્રયાસથી તેના ચાહકો ખુશ થઇને તેના વખાણ કરી રહ્યાં છે. કોઈ બેમિસાલ, શાનદાર તો કોઈ ભવ્ય એવુ કહી રહ્યું છે. તો શાનદાર કામ કહી ટ્વિન્કલ ખન્નાના વખાણ કરી રહ્યાં છે.