બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'છોલે ભટૂરે ખાઓ, વજન ઘટાઓ', દિલ્હીની આ રેસ્ટોરન્ટની ઑફર જોઇ યુઝર્સ ચોંકી ઉઠ્યા, લીધી અનોખી મજા
Last Updated: 11:29 AM, 29 May 2024
કહેવાય છે કે પાતળુ અને સ્વસ્થ્ય રહેવા માટે એક્સરસાઈઝની સાથે હેલ્ધી ભોજન પણ જરૂર હોય છે. ઓછામાં ઓછા તેલ મસાલા અને સારી લાઈફસ્ટાઈલ ખૂબ જરૂરી છે. પરંતુ ભોજનના શોખીનોને આ બધી વસ્તુઓથી કોઈ ફરક નથી પડતો.
ADVERTISEMENT
Only in Delhi can you expect this 😂
— Worah | #WalkingInDelhi (@psychedelhic) May 26, 2024
Eat Chole Bhature, Lose Weight, Reduce Diseases 🫡🫡🫡 pic.twitter.com/ByIH4gsV5Y
ઘણા લોકો હેલ્ધી રહેવા માટે ડાયેટ કરે છે. બાદમાં ચીટ ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. આવા લોકોનું ધ્યાન દિલ્હીની એક દુકાન પર લાગેલુ પોસ્ટર ખેંચી શકે છે. જેમાં લખ્યું છે કે 'છોલે ભટૂરે ખાઈને વજન ઘટાડો.'
ADVERTISEMENT
આ દુકાન છે દિલ્હીમાં ગોપાલજીના છોલે ભટૂરેની. છોલે ભટૂરે એવી વસ્તુ છે જે કેલેરીથી ભરપૂર માનવામાં આવે છે. એવામાં અજીબ વાત એ છે કે આ દુકાન પર લખ્યું છે- "છોલે ભટૂરે ખાઓ, વજન ઘટાઓ, બીમારી ભગાઓ". હવે આ કેવી રીતે સંભવ છે. હકીકતે એક X યુઝરે તેનો ફોટો પોસ્ટ કર્યો છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે- બસ દિલ્હીમાં જ જોવા મળી શકે છે કે, "છોલે ભટૂરે ખાઓ, વજન ઘટાઓ, બીમારી ભગાઓ."
તેમની પોસ્ટ વાયરલ થઈ ગઈ અને ઈન્ટરનેટ યુઝર્સ તેના પર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કર્યું, તેમાંથી કોઈ પણ શબ્દ એકબીજા સાથે જોડાયેલો નથી લખ્યું છે, છોલે ભટૂરે આખો અને વજન ઘટાડો. અન્ય એક યુઝરે લખ્યું- ગજબ, હવે ઘણા બ્રાન્ડ કોઈ પણ વસ્તુને 100 ટકા ઓર્ગેનિક બતાવીને માર્કેટમાં ઉતારી રહ્યા છે જ્યારે આ પ્રકારનું ભોજન દરેક રીતે રિસ્કી છે. એક યુઝરે લખ્યું- આ હકીકતે કોઈ ઓફર છે તો પુરાવો આપવો જોઈએ નહીં તો આવી માર્કેટિંગ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.