બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Viral / VIDEO : ગર્ભવતી મહિલાને સુવડાવીને ટેબલ ફેરવવાનું, પળમાં બાળક બહાર, જરાય દર્દ નહીં, હેરતઅંગેજ ડિલિવરી
Last Updated: 02:31 PM, 13 May 2025
એક નવી ટેકનીક દ્વારા મહિલાની ડિલિવરીનો વીડિયો સામે આવ્યો છે. આ ટેકનીકમાં ગર્ભવતી મહિલાને ટેબલ સાથે બાંધવામાં આવે છે પછી જ્યારે પ્રસવ પીડા ઉપડે ત્યારે ટેબલને નક્કી કરવામાં આવ્યાં પ્રમાણે, ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ટેબલની સ્પીડ ક્યારેક 8જી સુધી પહોંચે છે, આ સ્પીડે પાઈલટ ફાઈટર જેટ ઉડાવતાં હોય છે. ફરવાની સ્પીડ મહિલાની સ્થિતિને આધારે ફેરફાર કરાય છે, આનાથી પેદા થતી તાકાતને કારણે બાળક ગર્ભાશયની બહાર ધકેલાય છે.
ADVERTISEMENT
This patented invention from 1963 was designed to help women give birth easily! 😱
— Old School Eddie (@Old_SchoolEddie) January 13, 2025
When I first saw this I thought this was nonsense, but upon looking up the patent I was horrified to see that it was 100% legit! pic.twitter.com/8Epk97DSUZ
કેવી રીતે થાય છે ડિલિવરી
ADVERTISEMENT
એક વાર બાળક બહાર આવી જાય પછી ટેબલને છેવાડે લગાડવામાં આવેલી નરમ જાળીમાં બાળકને ઝીલી લેવામાં આવે છે અને બાળકને ઘોડિયાની જેમ સુવડાવી દે છે તેને કારણે બાળકને કોઈ ઈજા થતી નથી. આ સિસ્ટમમાં એક બેલ પણ ફિટ કરાયેલો હોય છે અને જ્યારે બાળક સહિ સલામત રીતે બહાર આવી જાય ત્યારે બેલ રણકે છે અને ઓલ ઈઝ વેલનો સંકેત આપી દે છે. બાળકની સુખરુપ ડિલિવરી થયા બાદ ટેબલ ફરતું અટકી જાય છે અને મધરને ટેબલ પરથી છોડી દેવામાં આવે છે અને નવજાતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન કોઈ અડચણ આવે તો તેને તાત્કાલિક અટકાવી દેવા માટે એક ઈમરજન્સી બટન પણ આપેલું હોય છે.
હાથીની ડિલિવરી જોઈને મશીન બનાવાનો આવ્યો વિચાર
ડિલિવરીની આ નવી ટેકનીક 1963ની સાલમાં અમેરિકન માઈનિંગ એન્જિનિયર જ્યોર્જ બ્લોન્સ્કી અને તેમની પત્નીએ શોધી હતી. ઝૂની વિઝિટ વખતે હાથીની ડિલિવરી જોઈને તેમને ફરતા મશીનમાં મહિલાની ડિલિવરીનો વિચાર આવ્યો હતો. તેમણે જોયું કે ગર્ભવતી હાથણી પહેલા ખૂબ ગોળ ગોળ ઘુમે છે પછી જ તેના બચ્ચાંને જન્મ આપે છે અને જોઈને તેમને વિચાર આવ્યો કે કેન્દ્રથી દૂર લાગતી તાકાત બાળ જન્મમાં મદદ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.