બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / 8 મિનિટ માટે મરી ગઈ મહિલા, જીવતી થઈને જે બોલી છે આહાહાહા..., ધબકારા બંધ પડી જાય તેવું
Last Updated: 10:48 AM, 10 June 2025
મોત પછી પણ દુનિયા છે તે વાત હવે નક્કી થઈ છે. આઠ મિનિટ માટે મૃત જાહેર કરાયેલી એક અમેરિકન મહિલાએ ચેતનાની બીજી બાજુ હોવાનો અનુભવ કેવો હતો તે ખુલાસો કર્યો છે. કોલોરાડોની રહેવાસી બ્રિઆના લાફર્ટીએ કહ્યું કે તે તેની લાશ પર તરત હતી અને એવા ક્ષેત્રમાં પ્રવેશી હતી જ્યાં સમયનું અસ્તિત્વ જ નહોતું.
ADVERTISEMENT
મર્યા બાદ અવાજ સાંભળ્યો કે તૈયાર છોને?
લાફર્ટીએ કહ્યું કે તેને યાદ છે કે એક અવાજ સાંભળ્યો હતો જેમાં તેમણે પૂછ્યું હતું કે શું તેઓ તૈયાર છે, પરંતુ પછી બધું અંધારામાં આવી ગયું. ડોકટરો દ્વારા તેમને ક્લિનિકલી મૃત જાહેર કરવામાં આવી હતી. તેણે કહ્યું કે મૃત્યુ એક ભ્રમ છે કારણ કે આપણો આત્મા ક્યારેય મરતો નથી. આપણી ચેતના જીવંત રહે છે. અને આપણું સાર ફક્ત રૂપાંતરિત થાય છે. મારા વિચારો તરત જ મૃત્યુ પછીના જીવનમાં સાકાર થાય છે. મને સમજાયું કે આપણા વિચારો ત્યાં વાસ્તવિકતાને આકાર આપે છે, તેમાં ફક્ત સમય લાગે છે, જે એક આશીર્વાદ છે.
ADVERTISEMENT
મારી ફિઝિકલ બોડીથી અલગ થઈ
હું અચાનક મારા ભૌતિક શરીરથી અલગ થઈ ગઈ, હું આખી સ્થિર હતી તેમ છતાં પણ સંપૂર્ણપણે જીવંત, જાગૃત અને પહેલા કરતાં વધુ મારી જાતને અનુભવી રહી હતી.
ADVERTISEMENT
લેડી પત્રકારને શું અનુભવ થયો
ટેસા રોમેરોએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે દીકરીને સ્કૂલે મૂકવા ગયા બાદ અચાનક તેના શ્વાસ બંધ થઈ ગયા અને હાર્ટ ફેલ થયું. ડોક્ટરોએ લગભગ 30 મિનિટ સુધી તેને ઉગારવાનો પ્રયાસ કર્યો અંતે તેમને સફળતા મળી અને હું જીવતી થઈ. હું લગભગ 40 મિનિટ મરેલી રહી હતી આ દરમિયાન તેણીએ ખૂબ જ શાંતિપૂર્ણ અને ઊંડાણપૂર્વક વાસ્તવિક કંઈક અનુભવ્યું. તેણે કહ્યું કે મારી બધી પીડા, ચિંતા જતી રહી અને એક અપૂર્વ શાંતિના જગતમાં હું પ્રવેશી. એવું લાગ્યું કે મારા ખભા પરથી એક મોટો ભાર દૂર થઈ ગયો છે. તેણે કહ્યું કે હું એક બિલ્ડિંગ પર તરવા લાગી હતી અને નીચે મારા શરીરને જોઈ રહી હતી. સમય ધીમો હતો, લાગણીઓ વધુ ઊંડી હતી, અને બધું જ અર્થપૂર્ણ હતું.
ADVERTISEMENT
અમેરિકી ઘોડા પાલકને થયો અનુભવ
આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન્સ હોંકિગ્સથી આઈક્યુ ધરાવતાં અને અમેરિકામાં ઘોડાપાલનનું કામ કરતાં 72 વર્ષીય ક્રિસ લેંગને મોત બાદના જીવન પર પ્રકાશ ફેંક્યો છે. લેંગને બ્રહ્માંડના જ્ઞાનાત્મક-સૈદ્ધાંતિક મોડલ (CTMU) નામનો સિદ્ધાંત વિકસાવ્યો છે. આ સિદ્ધાંત 'મન અને વાસ્તવિકતા વચ્ચેનો સંબંધ' સમજાવવાનો દાવો કરે છે. લેંગને કહ્યું કે મર્યા પછી આત્મા બીજા દેહમાં ચાલ્યો જાય છે. મૃત્યુનો અર્થ એ છે કે તમે તમારા વર્તમાન ભૌતિક શરીર સાથેના તમારા જોડાણને સમાપ્ત કરો છો અને તમે તમારા મૂળ સ્વરુપ તરફ પાછો ફરો છો. તમને નવું શરીર અથવા 'ટર્મિનલ બોડી' મળી શકે છે જેનાથી તમારુ અસ્તિત્વ ટકી રહે છે. મૃત્યુનો અર્થ અસ્તિત્વ સમાપ્તીનો નથી. તેમણે કહ્યું કે નવા જીવનમાં ધ્યાનની અવસ્થામાં હોવાથી માણસ પોતાની જુની યાદો ભૂલી જાય છે.
ADVERTISEMENT
મોત પછી શું થાય છે, મને ખબર છે-અમેરિકી ડોક્ટર
અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે.
ADVERTISEMENT
શું શું દેખાયાના દાવાઓ
સામાન્ય રીતે થોડા સમય પૂરતાં મરીને જીવતાં થયેલા લોકોએ મરવાના સમય દરમિયાન સફેદ પ્રકાશ, સંબંધીઓનું મિલન, ટનલમાંથી પસાર થવું વગેરે જેવી વાતો કરી છે. મોટા ભાગના લોકોને આવો સરખો અનુભવ થયો હતો પરંતુ હવે મરીને જીવતા થયેલા એક શખ્સે નવી વસ્તું જોયાનો દાવો કર્યો છે. 40 વર્ષથી એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી કરી રહેલા એક શખ્સે મોત પછીની દુનિયાનો તદ્દન નવો અનુભવ શેર કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.