બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / 14 વર્ષના છોકરાનો કમાલ! આ એપથી 7 સેકન્ડમાં જ હાર્ટની બીમારીની મળશે માહિતી
Last Updated: 11:52 PM, 10 June 2025
Viral News : રમતગમત અને વિડીયો ગેમ્સનો આનંદ માણવાની ઉંમરે એક બાળકે આવી અનોખી એપ્લિકેશન બનાવી છે. જે માત્ર 7 સેકન્ડમાં દિલના રોગ શોધીને જીવન બચાવી શકે છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ એપ્લિકેશન ખૂબ જ સચોટ છે.
ADVERTISEMENT
જે ઉંમરે બાળકો મિત્રો સાથે રમે છે અને વિડીયો ગેમ્સમાં સમય વિતાવે છે, ત્યાં એક છોકરાએ અજાયબીઓ કરી બતાવી છે. આ છોકરાએ એક એવી એપ્લિકેશન વિકસાવી છે જે લોકોના જીવન બચાવી શકે છે. આ એપ્લિકેશન માત્ર 7 સેકન્ડમાં હૃદય સાથે જોડાયેલી બિમારી શોધી કાઢે છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ એપ્લિકેશન ખૂબ જ સચોટ છે.
🚨 A 14-Year-Old Texas Boy Invents an App called Circadian Al, That Can Detect Heart Failure In 7 Seconds.
— 🚨GlobalX (@GlobalXInt) June 9, 2025
with Over 96% of Accuracy 🤯 pic.twitter.com/ikNApDhu7m
ADVERTISEMENT
એક મિડિયા અહેવાલ મુજબ ટેક્સાસના ફ્રિસ્કો શહેરના 14 વર્ષના સિદ્ધાર્થ નંદ્યાલાએ એક અનોખી સ્માર્ટફોન એપ્લિકેશન વિકસાવી છે, જે 7 સેકન્ડમાં હૃદય રોગના શરૂઆતના સંકેતોને ઓળખે છે. આ એપ્લિકેશનનું નામ Circadian AI છે, જે છાતી પાસે સ્માર્ટફોન મૂકીને હૃદયના ધબકારા રેકોર્ડ કરે છે, પૃષ્ઠભૂમિ અવાજ દૂર કરે છે અને ક્લાઉડ-આધારિત મશીન લર્નિંગ ટેકનોલોજી દ્વારા ડેટાનું વિશ્લેષણ કરે છે. આ એપ્લિકેશન અનિયમિત હૃદયના ધબકારા (એરિદમિયા), હાર્ટ પેલિયર, કોરોનરી ધમની રોગ અને વાલ્વ સમસ્યાઓ શોધવા માટે સક્ષમ છે.
ADVERTISEMENT
18500 દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો
સિદ્ધાર્થનો ધ્યેય કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) દ્વારા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવવાનો છે. તેમણે યુએસ અને ભારતની હોસ્પિટલોમાંથી ડેટા એકત્રિત કર્યો અને તબીબી નિષ્ણાતો સાથે મળીને આ એપ્લિકેશનમાં વધુ સુધારો કર્યો. ક્લિનિકલ ટ્રાયલ્સમાં તેનું પરીક્ષણ 15000 અમેરિકન અને 3500 ભારતીય દર્દીઓ પર કરવામાં આવ્યું, જેમાં તેની ચોકસાઈ 96% થી વધુ જોવા મળી. જો કે આ એપ્લિકેશન હાલમાં ફક્ત પ્રશિક્ષિત તબીબી કર્મચારીઓના ઉપયોગ માટે છે અને તે EKG જેવા પરંપરાગત પરીક્ષણોને બદલતી નથી, પરંતુ પ્રારંભિક તપાસ માટેના સાધન તરીકે કામ કરે છે. કાર્ડિયોલોજિસ્ટ્સે સિદ્ધાર્થની નવીનતાની પ્રશંસા કરી છે, ખાસ કરીને તે ક્ષેત્રો માટે જ્યાં આરોગ્ય સુવિધાઓ મર્યાદિત છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લાઈફસ્ટાઈલ / બ્રેસ્ટ ઢીલા પડી ગયા છે? ટાઈટ કરવા માટે ઘરે જ કરો આ એક્સરસાઇઝ
ADVERTISEMENT
સિદ્ધાર્થ અહીં અભ્યાસ કરે છે
માત્ર 14 વર્ષની ઉંમરે સિદ્ધાર્થ ટેક્સાસ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી છે. ભવિષ્યમાં તે ન્યુમોનિયા અને પલ્મોનરી એમબોલિઝમ જેવા ફેફસાના રોગો શોધવા માટે તેની એપ્લિકેશનને વધુ વિકસાવવા માંગે છે. તેણે કહ્યું, "મારું સ્વપ્ન એક એવો પરિવર્તન લાવવાનું છે જે દુનિયાને વધુ સારી બનાવે, જ્યાં નવીનતાઓ તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી શકે અને કંઈક અસાધારણ કરી શકે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.