બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO: વાયરલ મોનાલીસા ફિલ્મ માટે ઉપડી, પહેલી વખત પ્લેનમાં બેઠી, ત્રણ મહિના ટ્રેનિંગ લેશે

નેશનલ / VIDEO: વાયરલ મોનાલીસા ફિલ્મ માટે ઉપડી, પહેલી વખત પ્લેનમાં બેઠી, ત્રણ મહિના ટ્રેનિંગ લેશે

Last Updated: 10:25 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ ગર્લ મોનાલીસા પહેલી વખત પ્લેનમાં બેઠી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રા સાથે વાતચીત કરતી જોવા મળી રહી છે.

મહાકુંભ મેળામાં વાયરલ થયેલ મોનાલિસા ભોંસલે ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રા સાથે ઇન્દોરથી વિમાન દ્વારા કેરળ જવા રવાના થઈ હતી. વાયરલ વીડિયોમાં ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રા ફ્લાઇટમાં મોનાલિસા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે આજે મોનાલિસા પહેલીવાર હવાઈ મુસાફરી કરી રહી છે. અમે એક ઇવેન્ટ માટે ઇન્દોરથી કેરળ જઈ રહ્યા છીએ.

આ વીડિયોમાં ડાયરેકટર સનોજે મોનાલિસાને પૂછ્યું હતુ કે, શું કહી રહ્યા હતા? આ અંગે મોનાલિસાએ કહ્યું, "સમાજના લોકો કહેતા હતા કે જો તમે વિમાનમાં બેસો છો, તો તેઓ તમારા લોહીની તપાસ કરશે. આનાથી હું ખૂબ ડરી ગઈ હતી. અત્યારે મને ડર નથી લાગી રહ્યો પણ જો વિમાન ચાલશે તો શાયદ ડર લાગશે"  મોનાલિસાએ ઓડિયન્સ માટે કહ્યું,"'દરેકનો હૃદયપૂર્વક આભાર.' મને સપોર્ટ કરવા બદલ આભાર."

પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની આંખો અને સાદગીભરી સ્મિતથી દરેકને આકર્ષિત કરનાર વાયરલ ગર્લ મોનાલિસાની હાલમાં મુંબઈમાં ક્લાસ ચાલી રહી છે. ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રા પોતે ટીચર બનીને મોનાલિસાને ક, ખ, ગ શીખવી રહ્યા છે. મોનાલિસાના ક્લાસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા એક બંધ રૂમમાં સ્લેટ અને પેન લઈને બેઠી છે, જેના પર 'અનારામ' લખેલું છે. સનોજ મિશ્રા તેને શબ્દો વાંચવા અને લખવાનું શીખવી રહ્યા છે. અહીંયા મોનાલિસાની પિતરાઈ ભાઈ પણ હાજર છે.

ઉલ્લેખનીય છે કે 16 વર્ષની મોનાલિસા ભોંસલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના ધાર્મિક અને પર્યટન શહેર મહેશ્વરની રહેવાસી છે. તે તેના પરિવાર સાથે રૂદ્રાક્ષ અને મોતીના હાર વેચવા માટે મહાકુંભમાં પંહોચી હતી. જ્યાં તે તેની કજરારી આંખોને લીધે રાતોરાત વાયરલ થઈ ગઈ હતી. આ દરમિયાન તેને ફિલ્મ ડાયરેકટર સનોજ મિશ્રા તરફથી ફિલ્મ ઓફર મળી હતી. અહીંયા પ્રયાગરાજમાં લોકોની ભીડથી પરેશાન થઈને તે મહાકુંભ છોડીને ઘરે પરત ફરી હતી.

વધુ વાંચો : 'તેને માંરી જાંઘ પર હાથ રાખ્યો અને..' કાસ્ટિંગ કાઉચથી પીડિત થયેલી હસીનાએ કહી આપવીતી

  • મોનાલિસા મુંબઈમાં લઈ રહી છે ટ્રેનિંગ

સનોજ મિશ્રા તેમની ટીમ સાથે મોનાલિસા અને તેના પરિવારને મળવા મહેશ્વર પહોંચ્યા હતા. તેને પોતાની આગામી ફિલ્મ 'ધ ડાયરી ઓફ મણિપુર'માં મોનાલિસાને હિરોઇન તરીકે સાઇન કરી છે. આ ફિલ્મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસર ( અભિનેતા અનુપમ ખેર)ની પુત્રીની ભૂમિકા ભજવશે. અત્યારે ફિલ્મ યુનિટ મોનાલિસાને મુંબઈ લઈ ગયું છે, જ્યાં તેની ટ્રેનિંગ ચાલી રહી છે. આ ટ્રેનિંગ લગભગ 3 મહિના સુધી ચાલી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Viral Girl Monalisa Sanoj Mishra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ