બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડને મળવા આવ્યો યુવક, પૈસા ખૂટ્યા તો બકરી ચોરી, પછી જોવા જેવી થઈ
Last Updated: 11:57 PM, 14 February 2025
બાલુરઘાટના કામારપાડામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. બિહારના એક યુવકને તેની ગર્લફ્રેન્ડને મળવા જવું એટલું મોંઘુ પડ્યું કે તેને ચોરી કરવી પડી અને પછી લોકોએ ખૂબ માર માર્યો. મામલો એટલો ગંભીર થઈ ગયો કે રાત પોલીસ સ્ટેશનના લોકઅપમાં પસાર કરવી પડી.
ADVERTISEMENT
ફેસબુક પર શરૂ થઈ હતી પ્રેમ કહાની
માહિતી અનુસાર, પાંચ વર્ષ પહેલા બિહારના આ યુવકે ફેસબુક પર હિલી બ્લોકના ત્રિમોહિનીની એક છોકરી સાથે મિત્રતા કરી હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંનેએ મળવાનું નક્કી કર્યું. વેલેન્ટાઇન ડે મોકા પર ગર્લફ્રેન્ડે ફોન કર્યો અને બોયફ્રેન્ડ કોઈ પણ મોડું કર્યા વિના બિહારથી પશ્ચિમ બંગાળ આવ્યો.
ADVERTISEMENT
વેલેન્ટાઇન ડે પર ખર્ચ થયા બધા પૈસા
યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે ઘણો સમય પસાર કર્યો અને તેણીને ગિફ્ટ્સ પણ આપી, પરંતુ જ્યારે તેના ખિસ્સા ખાલી થઈ ગયા, ત્યારે સમસ્યાઓ શરૂ થઈ. હોટલમાં રહેવા માટે પૈસા ન હોવાથી, તે અહીં-ત્યાં ભટકતો રહ્યો. કોઈક રીતે બે દિવસ સુધી ત્રિમોહિનીના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં મજૂરો સાથે રાત પસાર કરવી પડી.
પૈસાની તંગીથી ખોટો રસ્તો અપનાવ્યો
થાકી હારીને યુવક બાલુરઘાટના કામારપાડા વિસ્તારમાં પહોંચ્યો. ત્યાં તેને એક ખાલી મેદાનમાં એક બકરી દેખાઈ. પૈસાની તંગી અને ભૂખથી પરેશાન થઈને પ્રેમીએ બકરી ઊઠવી અને તેને કામારપાડામાં વેચવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ બકરીના માલિકે તેને પકડી લીધો. આ બાદ લોકોએ તેને ચોર સમજીને માર માર્યો અને પોલીસને સોંપી દીધો.
વધુ વાંચોઃ કોંગ્રેસે કસી કમર! સંગઠન માળખામાં કર્યા મોટા ફેરફાર, અજય લલ્લુને પ્રમોશન, જુઓ લિસ્ટ
પોલીસ સ્ટેશનમાં રાત પસાર કરી, તેની ગર્લફ્રેન્ડ પણ તેને બચાવવા ન આવી!
પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો, પરંતુ તેની પ્રેમિકા તેને બચાવવા પણ ન આવી. હવે આ અનોખી પ્રેમકથા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.