બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:58 PM, 24 April 2025
જે લોકો સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે અને દરરોજ થોડો સમય મોબાઈલ પર સ્ક્રોલ કરે છે તેઓ જાણે છે કે ત્યાં અનેક અદભુત વીડિયો જોવા મળતા હોય છે. ક્યારેક આપણને એવા વીડિયો મળે છે કે તેને જોયા બાદ આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ અથવા હસી છૂટી જતી હોય છે. અહીંયા અનેક જુગાડના વીડિયો પણ વાયરલ થતા હોય છે. અત્યારે આવો જ એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે પણ અત્યાર સુધી ભાગ્યે જ આવો જુગાડ જોયો હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિના ઘરમાં એક ખૂણામાં રેફ્રિજરેટર રાખવામાં આવ્યું હોય તેવું જોવા મળે છે. ફ્રિજ દેખાવમાં પણ સારી હાલતમાં લાગે છે. બે દરવાજાવાળા ફ્રિજને જોઈને કોઈ અનુમાન પણ નહીં કરી શકે કે તે એક જુગાડ છે. હવે વીડિયો બનાવનાર વ્યક્તિ તે ફ્રિજ તરફ જાય છે તથા તેનો દરવાજો ખોલે છે અને ત્યારબાદ જાણ થાય છે કે તે વ્યક્તિએ તેના ઘરના મુખ્ય દરવાજાની જગ્યાએ આ ફ્રિજનો દરવાજો લગાવ્યો છે. આ રીતે તેને રેફ્રિજરેટરનો એક અનોખો જુગાડ શોધી કાઢ્યો છે.
આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર miss_ankita264 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધીમાં ઘણા લોકોએ વીડિયો જોયો છે. વીડિયો જોયા બાદ, એક યુઝરે લખ્યું હતું કે - ચોર કન્ફ્યુયઝ છે, અંદર તો ગયો પણ હવે બહાર કેવી રીતે નીકળું. બીજા યુઝરે લખ્યું કે, - ફ્રિજનું સ્ટોરેજ ખૂબ મોટું છે. ત્રીજા યુઝરે લખ્યું કે - આ ખૂબ ખતરનાક લોકો છે. અન્ય એક યુઝરે લખ્યું કે,- બચાઓ અહીંયા અલગ જ લેવલનું ટેકનોલોજીયા ચાલી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.