સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે.
વાયરલ ફીવરના લક્ષણો પર આપો ધ્યાન
સીઝન બદલાતા વધે છે ખતરો
શિયાળામાં વધુ હેરાન કરે છે વાયરલ ફીવર
વાયરલ ફીવર ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે. ફીવર આવે ત્યારે શરૂઆતમાં ગળામાં દર્દ, થાક, ખાંસી જેવી સમસ્યા થાય છે. તેની અવગણના કરવા પર તેના વાયરસ શરીરમાં ફેલાવા લાગે છે.
વાયરલ ફીવરના લક્ષણો
થાક
મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો
હાઈ ફીવર
ખાંસી
સાંધાઓમાં દર્દ
દસ્ત
ત્વચા પર લાલ રેશિઝ
શરદી
ગળામાં દર્દ
માથામાં દર્દ
આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો
ઠંડી લાગવી
મોસમ બદલાતા આ વાતોનું રાખો ધ્યાન
દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.
શિયાળામાં નવશેકા પાણીથી નહાવું. નહાવાના પાણીમાં અડધો કપ સરકો નાખી શકો છો. તેને 10 મિનિટ એમ જ રાખી પછી તે પાણીથી નહાવો.
લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.
તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.