ફિરોઝાબાદ જિલ્લા પ્રશાસનની તરફથી ઔપચારિક ડેટામાં 50થી વધારે લોકોના મોત નોંધાઈ છે.
ઉત્તર પ્રદેશમાં તાવના કેસો નોંધાયા
ફિરોઝાબાદમાં 50થી વધારે લોકોના મોત
હોસ્પિટલોમાં બેડ ભરેલા
પશ્ચિમ ઉત્તર પ્રદેશનો એક મોટો વિસ્તાર ફિરોઝાબાગ રહસ્યમઈ તાવની ઝપેટમાં છે. ફિરોઝાબાદ જિલ્લા પ્રશાસની તરફથી ઔપચારિક ડેટામાં 50થી વધારે લોકોના મોત નોંધવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારથી લઈને યોગી સરકાર હરકતમાં છે અને તમામ એજન્સીઓને મિશન મોડ પર ફિરોઝાબાદ સહિત આસપાસના જિલ્લાઓમાં સ્થિતિ પર કાબુ મેળવવા માટે મોકલવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં ખાલી નથી બેડ
તપાસ બાદ સરકારએ તારણ પર પહોંચી છે કે હકીકતે આ રહસ્યમઈ તાવ બીજુ કંઈ નહીં પરંતુ ડેંગ્યુ છે. હોસ્પિટલોમાં બેડ ભરેલા છે. તાવના પ્રકોપથી એવી સ્થિતિ ઉભી થઈ છે એવું કોઈ ગામ નથી જ્યાં ઘરમાં બાળક તાવની ઝપેટમાં ન આવ્યું હોય.
બાળકોને તીવ્ર તાવ
ફિરોઝાબાદ શહેરની નજીક નગલા સાલા ગામમાંથી જાણવા મળ્યું કે કદાચ જ કોઈ ગામ હશે જ્યાં બાળક તીવ્ર તાવથી પીડિત ન હોય. અહીં રહેનાર સંત કુમારના પરિવારમાં 5 બાળકો છે અને દરેક તીવ્ર તાવથી પીડિત છે. ઘરના 3 બાળકોમાં ડેન્ગ્યુની પુષ્ટિ કરવામાં આવી છે જેમની સારવાર ચાલી રહી છે.