બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં વધારે એક નબીરાએ કર્યો અકસ્માત, સીસીટીવી જોઇને થથરી જશો
Last Updated: 11:24 PM, 15 April 2025
Ahmedabad News : અમદાવાદમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત સર્જયો છે. અમદાવાદના અતિવ્યસ્ત ગણાતા ગોતા વિસ્તારમાં ડિફેન્ડર કાર ચાલક દ્વારા અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર ચાલી રહેલી ગાડી અચાનક બેકાબુ થઇને ડાબી બાજુ વળીને સીધી જ દુકાનમાં ઘુસી ગઇ હતી. સ્થાનિક લોકોએ તત્કાલ ચાલકને બહાર કાઢ્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહોતી. કારચાલક નશામાં હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ભયાનક અકસ્માતનાં સીસીટીવી વાયરલ
અમદાવાદના અત્યંત વ્યસ્ત ગણાતા એસજી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક નશા જ ડિફેન્ડર ગાડી લઇને નિકળ્યો હતો. જો કે અચાનક તેણે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. ગાડી સીધી જ હાઇવે પરથી રોડ કિનારે રહેલા એક કોમ્પલેક્ષના પાર્કિંગમાં ઘુસી ગઇ હતી. જો કે સદનસીબે તે જે ઝડપથી ઘુસ્યો ત્યારે આસપાસ કોઇ વાહન નહોતું. તેણે જેટલા વાહનો અડફેટે લીધા તે તમામ પાર્કિંગમાં પડ્યા હતા માટે કોઇ તેમાં બેસેલું નહોતું. જેથી દુકાનદાર અને વાહનોના નુકસાન કોઇ મોટું નુકસાન થયું નહોતું.
ADVERTISEMENT
અમદાવાદમાં વધુ એક નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 15, 2025
(ગોતામાં ડિફેન્ડર કારના ચાલકે કર્યો અકસ્માત, પૂરઝડપે જતો કારચાલક ઘૂસી ગયો દુકાનમાં, કારચાલક નશામાં હોવાનો વેપારીનો આક્ષેપ, સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં)#ahmedabad #accident #Gujarat #Gujaratinews #viralvideo… pic.twitter.com/uvHFWP7iz4
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઘટના / જૂનાગઢમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત, સેફ્ટી ટેંક સાફ કરતા સમયે બની ઘટના
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.