આસ્થાનો 'પુરાવો'! ગુજરાતના આ મંદિરમાં દોરો બાંધવાથી માટી જાય છે પથરી

By : hiren joshi 10:28 AM, 09 August 2018 | Updated : 10:28 AM, 09 August 2018
બનાસકાંઠાઃ જ્યાં 'શ્રદ્ધા" હોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી' એવી લોક વાયકાઓ છે અને ભારતીયો આજે પણ બાધામાં શ્રદ્ધા ધરાવે છે. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં પુરી શ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુખોનો નિવેડો આવી જતો હોય છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું. જ્યાં માનતા રાખવાથી પથરીના દુખાવો મટી જાય અને આપ મેળે પથરી નીકળી જાય છે. કાયમી માટે પથરી પણ નથી થતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસાથી 10 કિલોમીટરના અંતરમાં રસાણા ગામ આવેલું છે. આ ગામમાં વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, અહીં માનતા રાખવાથી પથરીના દુખાવાથી છુટકારો મળે છે. પથરીના દર્દીઓ મંદિરમાં આવીને પૂજારી પાસે લાલ કલરનો દોરો બંધાવે છે. એક મહિનામાં પથરીનો દુખાવો મટી જાય છે. આપ મેળે પથરી નીકળી જાય છે.પથરીને મંદિરમાં ચડાવાય છે
જયારે પથરી નીકળી જાય ત્યારે પથરીને મંદિરમાં ચડાવવામાં આવે છે. આજે 2 હજાર ભક્તોની પથરીઓ મંદિરની બાધાથી નીકળી ગઈ છે. નીકળી ગયેલ પથરીઓ એક કબાટમાં કાચની બાટલીઓમાં જોવા મળે છે. ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં અહીં આવે છે. પથરીના દુખથી છુટકારો મેળવે છે.

અત્યાર સુધીમાં ઘણા લોકોએ અહીં માનતા રાખીને નાનીથી માંડીને 40 એમએમ જેટલી મોટી પથરીઓના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે. અહીં કોઇપણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી. રસાણાનું આ મંદિર આસપાસના સમગ્ર પંથકમાં ખૂબ જ જાણીતું બન્યું છે.Recent Story

Popular Story