બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:33 PM, 8 September 2024
પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. ત્યારે ફરી એકવખત પડોશી દેશમાં સ્થિતિ વણસી છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પોલીસ અને ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હતો. પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઘટના દરમિયાન થયેલા ફાયરિંગમાં 7 લોકોના મોત થયા હતા. પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીએ એક હિન્દી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, રેલીમાં આવેલા લોકો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં માર્શલ લૉ જેવી સ્થિતિ છે. ઈમરાન સમર્થકો ઈસ્લામાબાદ ખાલી કરશે નહીં.
ADVERTISEMENT
In #Pakistan, Imran Khan's party #PTI organized a huge rally near #Islamabad for the release of its leader. #ImranKhan pic.twitter.com/XfIt7rqHFN
— Saif Ali Khan (@saifalikhan067) September 8, 2024
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ રેલી દરમિયાન પથ્થરમારામાં અનેક પોલીસ અધિકારીઓ સહિત 8 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટનામાં SSP ગંભીર રીતે ઘાયલ થયા હતા. મામલાની ગંભીરતા જોઈને શાહબાઝ શરીફ સરકારે ઈસ્લામાબાદ જવાના માર્ગો બંધ કરી દીધા હતા. પોલીસે મીટીંગ હોલમાં ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. ઈસ્લામાબાદના ડેપ્યુટી કમિશનરે તહરીક-એ-ઈન્સાફના આયોજકોને કોઈપણ સંજોગોમાં મીટિંગ ખતમ કરવા કહ્યું હતું. આ પછી સ્થિતિ વણસી ગઈ.
Pakistan: People's mandate-led PTI is showing its power show in the capital after a long time. pic.twitter.com/VrEnQvfqOn
— Khaleej Mag (@KhaleejMag) September 8, 2024
ઇસ્લામાબાદ પોલીસના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના જવાબમાં ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સેફ સિટીના SSP સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
વધુ વાંચો : પિતાએ દીકરીની સેફટી માટે માથા પર લગાવ્યો CCTV, પુત્રીનો જવાબ સાંભળી થશો અચંબિત
એક ન્યૂઝ ચેનલ અનુસાર પીટીઆઈના કાર્યકરોએ ઈસ્લામાબાદમાં એક રેલીનું આયોજન કર્યું હતું, જેના માટે પોલીસ પ્રશાસને સમય આપ્યો હતો અને જ્યારે સમય પૂરો થઈ ગયો ત્યારે પોલીસે તેમને ત્યાંથી જવા કહ્યું. આ પછી મામલો વણસ્યો અને પથ્થરમારો શરૂ થયો. અલગ-અલગ રસ્તેથી આવી રહેલા સહભાગીઓની પોલીસ સાથે અથડામણ થઈ જેના કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.