બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'ઔરંગઝેબની કબર' સળગાવી મૂકતાં નાગપુરમાં હિંસાની હોળી, વાહનો સળગાવાયા, પોલીસકર્મી ઘાયલ

મહારાષ્ટ્ર / 'ઔરંગઝેબની કબર' સળગાવી મૂકતાં નાગપુરમાં હિંસાની હોળી, વાહનો સળગાવાયા, પોલીસકર્મી ઘાયલ

Last Updated: 10:20 PM, 17 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઔરંગઝેબ કબર વિવાદ મામલે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં ઘણા વાહનો સળગાવી મૂકાયા હતા અને ઘણા પોલીસકર્મી ઘાયલ થયા હતા.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવાના મામલાએ હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. નાગપુરના મહાલ એરિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર હટાવવા માટે આ સ્થળે પ્રદર્શન કર્યું હતું. ઔરંગઝેબની પ્રતીકાત્મક પ્રતિમા બાળ મૂકી હતી જે પછી સાંજે શિવાજી ચોક પાસે ચિટનીસ પાર્ક વિસ્તારમાં પથ્થરમારો થયો અને કેટલાક વાહનો સળગાવી મૂકાયા હતા. મુસ્લિમ યુવાનો શિવાજી ચોક પાસે પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. બપોરે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોજાયેલા પ્રદર્શનથી તેઓ ગુસ્સે હતા. સૂત્રોચ્ચાર શરૂ થતાં જ વિસ્તારના હિન્દુ જૂથના યુવાનોએ પણ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. આ પછી પોલીસને બોલાવવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સૂત્રોચ્ચાર કરતા બે જૂથોને અલગ કર્યા. બધાને શિવાજી ચોકથી ચિટનીસ પાર્ક તરફ પાછા હાંકી કાઢવામાં આવ્યા.

પ્રતિકાત્મક કબર સાથે ધાર્મિક સળગાવાનો આરોપ

પ્રતિકાત્મક કબર સળગાવા દરમિયાન એક ચાદર માટે પણ બન્ને પક્ષ વચ્ચે વાંધો પડ્યો. મુસ્લિમ સમુદાયે એવું કહ્યું કે ચાદર પર ધાર્મિક વસ્તુઓ લખેલી હતી, જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ કારણે, નાગપુરના મહલ વિસ્તારમાં શિવાજીની પ્રતિમા સામે મુસ્લિમ સમુદાયના લોકો એકઠા થયા અને વિરોધ પ્રદર્શન કર્યું.

પોલીસ પર પથ્થરમારો

ચિટનીસ પાર્કની પેલે પાર ભાલદારપુરા વિસ્તારમાંથી પોલીસ પર મોટી સંખ્યામાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. પોલીસ તરફ મોટા પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાથી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે.

સીએમ ફડણવીસે શાંતિની અપીલ કરી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને આ પરિસ્થિતિમાં વહીવટને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે સતત પોલીસ વહીવટીતંત્રના સંપર્કમાં છીએ અને નાગરિકોએ તેમને સહયોગ આપવો જોઈએ. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે અને એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર બને છે. આ નાગપુરની કાયમી પરંપરા રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શાંતિની અપીલ કરી હતી.

શું છે વિવાદ

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોએ સોમવારે રાજ્ય સરકારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં છત્રપતિ સંભાજી નગરમાં આવેલી ઔરંગઝેબની કબરને હટાવાની માગ કરાઈ હતી. આ સંગઠનોએ માંગણી પૂર્ણ ન થાય તો 'કારસેવા' અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. મરાઠા રાજાના વંશજ ભાજપના સતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ પણ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nagpur Aurangzeb violence Aurangzeb tomb row aurangzeb tomb controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ