બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Violence in Kolkata: TMC activists angry over ministers being taken to CBI office in Narda scam

વિરોધ પ્રદર્શન / કોલકાતામાં હિંસા : નારદા કૌભાંડમાં મંત્રીઓને CBI ઑફિસ લઈ જતાં ભડક્યા TMCના કાર્યકરો

ParthB

Last Updated: 02:58 PM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2016માં નારદા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો અને તેની તપાસ ઘણા સમયથી ચાલી રહી હતી.

  • તૃણમૂલ કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા માટે CBI ઑફિસ પહોંચી ગયા
  • શારદા ચિટ-ફંડ કૌભાંડના સંદર્ભે પાડયા દરોડા
  • રાજ્યપાલ જગદીપ ઘનખડે એ CBI કેસ ચલાવવા માટેની પરવાનગી આપી  

તૃણમૂલ કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા માટે CBI ઑફિસ પહોંચી ગયા
નારદા કૌભાંડમાં મંત્રીઓને CBI ઑફિસ લઈ જતાં TMCના કાર્યકરોએ ઑફિસની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું. આ દરમ્યાન સ્થિતિ કાબૂની બહાર ગઈ અને લોકોએ પત્થરમારો શરૂ કરી દીધો.  નારદા કૌભાંડના મામલે સોમવારે CBIની હરકત બાદ બંગાળની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. મંત્રીઓની ધરપકડ કરતાં તૃણમૂલ કોંગ્રેસ કાર્યકરો વિરોધ કરવા માટે CBI ઑફિસ પહોંચી ગયા. આ દરમ્યાન સ્થિતિ એવી સર્જાઇ કે કાર્યકરોએ પત્થરમારો શરૂ કર્યો. જેથી સુરક્ષાદળોને બોલાવી લાઠી ચાર્જ કરવાની ફરજ પડી. 

 

 

શારદા ચિટ-ફંડ કૌભાંડના સંદર્ભે પાડયા દરોડા
પશ્ચિમ બંગાળમાં CM મમતા બેનર્જી સરકારના મંત્રી ફિરહાદ હાકિમ સમેત ઘણા મંત્રીઓના ઘરે CBIએ દરોડા પાડયા છે. આ દરોડા શારદા ચિટ-ફંડ કૌભાંડના સંદર્ભે પાડયા છે. અને સૂત્રોના જણાવ્યા મુજબ  ફિરહાદ હાકિમની સાથે સાથે સુબ્રત મુખર્જી, તૃણમૂલ કોંગ્રેસના વિધાયક મદન મિત્રા અને પૂર્વ મેયર સોવન ચેટરજીને પણ CBI  ઓફિસે લઈ જવામાં આવ્યા હતા. 

રાજ્યપાલ જગદીપ ઘનખડે એ CBI કેસ ચલાવવા માટેની પરવાનગી આપી  
તમને જણાવી દઈએ કે 9 મે ના રોજ રાજ્યપાલ જગદીપ ઘનખડે TMC ના આ ચાર નેતાઓ વિરુધ્ધ CBI કેસ ચલાવવા માટેની પરવાનગી આપી હતી. પશ્ચિમ બંગાળમાં છેલ્લા ઘણા વર્ષોથી શારદા સ્કેમ અને નારદા સ્કેમ સતત ચાલી રહ્યા છે. અને આ કેસની તપાસ CBI ઘણા વખતથી કરી રહી છે. ઘણા બધા નેતાઓના નામ આ કૌભાંડમાં સામેલ છે. અને હવે આ કેસ આગળ વધારવા માટે રાજ્યપાલની મંજૂરી લેવામાં આવી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

TMC mamta banerjee તૃણમૂલ કોંગ્રેસ પશ્ચિમ બંગાળ મમતા બેનરજી Mamta Banerjee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ