વિઘ્નહર્તાને ઘરે લાવતા આવી પડ્યું વિઘ્ન, વીજ તાર પડતા એકનું મોત, સાત ઈજાગ્રસ્ત

By : vishal 09:56 AM, 13 September 2018 | Updated : 09:56 AM, 13 September 2018
સુરતમાં ગણપતિની મૂર્તિ લઈને આવી રહેલાં લોકો પર અચાનક વીજ તાર પડતા ચારેકોર અરેરાટી થઇ ગઇ છે. જ્યારે વીજ તાર પડતા એક વ્યક્તિનુ મોત થયુ છે. વીજ તાર પડતા જ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યુ છે. 

 

આ ઉપરાંત વીજ કરંટથી સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોડાદરાના આસ્તિકનગરની આ ઘટના છે. ત્યારે વિઘ્નહર્તાને ઘરે લઈ આવી રહેલા લોકો પર વિઘ્ન આવી પડયું હતું. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story