બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ! 93 લોકોના મોત, દેશભરમાં કર્ફ્યૂની જાહેર, આ મુદ્દે ભડકી હિંસા
Last Updated: 11:42 PM, 4 August 2024
પડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ નોંધાઈ છે. રવિવારના એક જ દિવસમાં હિંસામાં 93 લોકોના મોત થયા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ અને સ્ટન ગ્રેનેડ છોડ્યા હતા. સરકારે રવિવારે સાંજે 6 વાગ્યાથી અનિશ્ચિતકાલીન રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી હતી, ગયા મહિનાથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન સરકારે પ્રથમ વખત આ પગલું ભર્યું છે.
ADVERTISEMENT
અનામત પ્રણાલીને સમાપ્ત કરવાની માંગ
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીને સમાપ્ત કરવાની માંગ સાથે એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થી આંદોલન ભૂતકાળમાં હિંસા ભડકાવી ચૂક્યું છે અને દેશભરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 200 લોકો માર્યા ગયા છે. ઢાકા વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર છે.
ADVERTISEMENT
પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અથડામણ
પ્રદર્શનકારીઓની ભીડ લાકડીઓ સાથે આવી હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે અનેક સ્થળોએ અથડામણ થઈ હતી. દેખાવકારોએ મુખ્ય માર્ગો પર ચક્કાજામ કર્યો હતો. પોલીસની સાથે-સાથે આ સંઘર્ષમાં સત્તાધારી અવામી લીગના સમર્થકો પણ સામેલ હતા, જેની સાથે પ્રદર્શનકારીઓ સામ-સામે આવી ગયા હતા.
આજે પ્રદર્શનકારીઓ દ્વારા લોકોને નોકરી-ધંધા બંધ રાખવા અપીલ કરાઇ હતી
આજે પ્રદર્શનકારીઓ દ્વારા લોકોને કામ પર ન જવા અપીલ કરાઇ હતી.. અને સહકાર ન આપનાર સામે પ્રદર્શનકારીઓ આકરા પાણીએ થયા હતા પ્રદર્શનકારીઓએ ઢાકાના શાહબાગ વિસ્તારમાં બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલ સહિત ખુલ્લી કચેરીઓ અને સંસ્થાઓ પર પણ હુમલો કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.