બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જિમ ટ્રેનરના પ્રેમમાં હેવાન બની પત્ની, પતિની કતલના 3 વર્ષ બાદ ઘટસ્ફોટ, કેવી રીતે પકડાઈ?

હરિયાણા / જિમ ટ્રેનરના પ્રેમમાં હેવાન બની પત્ની, પતિની કતલના 3 વર્ષ બાદ ઘટસ્ફોટ, કેવી રીતે પકડાઈ?

Last Updated: 10:25 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના પાણીપતમાં વિનોદ ભરારાની હત્યાના 3 વર્ષ બાદ કાતિલ ઝડપાયાં છે અને તે બીજું કોઈ નહીં પરંતુ તેની પત્ની હતી.

3 વર્ષ પહેલા હરિયાણાના પાણીપતમાં બિઝનેસમેનની થયેલી હત્યામાં તેની પત્નીનો હાથ સામે આવ્યો છે. તેણે અન્ય યુવાન સાથે લવ-અફેરને કારણે પતિની હત્યા કરાવી નાખી હતી. હરિયાણાના પાણીપતમાં એક બિઝનેસમેનની ગોળી મારીને હત્યા કરવામાં આવ્યાના ત્રણ વર્ષ બાદ એક મોટો ખુલાસો થયો છે. એક વોટ્સએપ મેસેજ અને પોલીસ અધિકારીની બાજ જેવી નજરે આ હત્યાકાંડનું રહસ્ય ખોલી નાખ્યું હતું. આ હત્યા પાછળ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મૃતક વેપારીની પત્ની જ હતી, જેણે પોતાના પ્રેમી સાથે મળીને સમગ્ર કાવતરું ઘડ્યું હતું. હવે આ કેસના પર્દાફાશ થયા છે.

વિનોદ ભરારાની 2021માં હત્યા

વિનોદ ભરારાની 15 ડિસેમ્બર, 2021ના રોજ તેમના ઘરે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર કરનારનું નામ દેવ સુનાર હતું. દેવ સુનાર એક ટ્રક ડ્રાઈવર હતો. તેણે અગાઉ પણ વિનોદ ભરારાને તેની ટ્રક વડે મારવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વિનોદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની ધરપકડ સમયે દેવ સુનારે પોલીસને કહ્યું હતું કે તેણે વિનોદને ગોળી મારી હતી કારણ કે તેણે ટ્રક અકસ્માત કેસમાં કોર્ટની બહાર સમાધાન કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ કેસ બંધ કરવાની તૈયારીમાં હતી ત્યાં મેસેજ આવ્યો અને આખી બાજી પલટાઈ ગઈ હતી.

પોલીસને વોટ્સએપ મેસેજ મળ્યો હતો

એક દિવસ જિલ્લા પોલીસ વડા અને આઈપીએસ અધિકારી અજીત સિંહ શેખાવતના ફોન પર વોટ્સએપ મેસેજ આવ્યો. મેસેજમાં પોલીસ અધિકારીને આ મામલે ફરીથી તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી. મેસેજ મોકલનાર વ્યક્તિએ શંકા વ્યક્ત કરી હતી કે વિનોદ ભરારાની ખૂબ જ નજીકની વ્યક્તિએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસને જાણવા મળ્યું કે આ મેસેજ ઓસ્ટ્રેલિયામાં રહેતા વિનોદના ભાઈ પ્રમોદે મોકલ્યો હતો. જ્યારે અધિકારીએ ફાઈલોની બારીકાઈથી તપાસ કરી ત્યારે તેને સમજાયું કે કંઈક ખોટું હતું.

વધુ વાંચો : પત્ની મરી જતાં ગૃહ સચિવે ICUમાં ગોળી મારીને આપઘાત કર્યો, પોલીસ બેડામાં શોકની લહેર

પત્ની નિધિ જિમ ટ્રેનર સાથે હતી ગાઢ સબંધમાં

હરિયાણા પોલીસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના દીપક કુમારે આ કેસની તપાસ સંભાળી ત્યારે તેમને જાણવા મળ્યું કે દેવ સુનાર જીમ ટ્રેનર સુમિતની નજીક હતો, જે વિનોદ ભરારાની પત્ની નિધિને સારી રીતે ઓળખતો હતો. પોલીસે શંકાસ્પદો પર નજર રાખી અને પૂછપરછ કરી. ધીમે ધીમે તેમના નિવેદનો દ્વારા કોયડો ઉકેલવા લાગ્યો. વિનોદ ભરારાની પત્ની નિધિ ભરારા સુમિતને તે અવારનવાર જિમમાં મળી હતી. બંને વચ્ચે નિકટતા વધી અને તેમનું અફેર શરૂ થયું. વિનોદને આ વાતની જાણ થઈ અને તેણે તેની પત્ની સાથે ઝઘડો કર્યો, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડો થતો હતો. વિનોદે જિમ ટ્રેનર સુમિત સાથે પણ ઝઘડો કર્યો હતો અને તેને પત્નીથી દૂર રહેવા કહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઝઘડાઓ વચ્ચે નિધિ અને સુમિતે કથિત રીતે વિનોદની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Vinod Bharara murder Nidhi Bharara crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ