બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / 'વિનેશના રાજનીતિમાં આવવાને લઇને હું...', કોંગ્રેસ જોઇન કરવા પર જુઓ શું બોલ્યા મહાવીર ફોગાટ
Last Updated: 04:26 PM, 9 September 2024
કુસ્તીની મજબૂત પહેલવાન તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલી વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઇ છે ત્યારે તેમના તાઉ અને કુસ્તીના ગુરુ મહાવીર સિંહ ફોગાટને વિનેસનો આ નિર્ણય પસંદ નથી આવ્યો. મહાવીર ફોગાટે કહ્યું કે હું વિનેશના રાજકારણમાં આવવાના વિરોધમાં છું. હું ઇચ્છું છું કે તેણે એક ઓલિમ્પિક વધુ રમવું જોઈએ.
ADVERTISEMENT
વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ગયા અઠવાડિયે કોંગ્રેસમાં સામેલ થયા છે
વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા ગયા અઠવાડિયે કોંગ્રેસમાં સામેલ થયા છે.. તેની પહેલાં, વિનેશ અને બજરંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. આ પછી તેઓ કોંગ્રેસના મહાસચિવ કેએસી વેણુગોપાલ, એઆઈસીસી મહાસચિવ પ્રભારી હરિયાણા દીપક બાબરિયા, હરિયાણા કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાન અને કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાના ઉપસ્થિતિમાં એઆઈસીસી મુખ્યાલયમાં કોંગ્રેસમાં સામેલ થયા.
ADVERTISEMENT
જુલાણાથી લડી રહી છે ચૂંટણી
વિનેશ ફોગાટ હરિયાણાના જુલાણા વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહી છે. વિનેશે તેમના પતિના વતન બક્તા ખેડા ગામથી જુલાના વિધાનસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. આ દરમિયાન, વિનેશે રોડ શો પણ કર્યો. પાર્ટીમાં સામેલ થયા પછી, વિનેશ ફોગાટએ કહ્યું હતું કે, બીજેપી બૃજભૂષણ શરણ સિંહનું સમર્થન કરી રહી હતી, જ્યારે કોંગ્રેસે આ સમય દરમિયાન પહેલવાનોનું સમર્થન કર્યું.
હું નવી શરૂઆત કરી રહી છુંઃ વિનેશ ફોગાટ
તેમણે કહ્યું હતું કે, હું દેશના લોકોને અને મીડિયાનો આભાર માનું છું, તમે મારી રેસલિંગ સફરમાં મારા સાથે રહ્યા. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું, મુશ્કેલ સમય તમને બતાવે છે કે તમારી સાથે કોણ છે. જ્યારે અમને રસ્તાઓ પર ઘસડી લઈ જવામાં આવ્યા, ત્યારે ભાજપાને છોડીને બધી પાર્ટીઓ અમારી સાથે ઉભી રહી હતી. હું નવી શરૂઆત કરી રહી છું, હું ઇચ્છું છું કે ખેલાડીઓએ તે બધું સહન ન કરવું પડે, જે અમારે પસાર થવું પડ્યું. તેમણે કહ્યું કે, અમે ડરશું નહીં અને પીછેહઠ નહીં કરીએ. અમારી સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, અમે તેમાં પણ જીતશું.
આ પણ વાંચોઃ બે સુપરસ્ટારની દીકરી, 4 હિટ ફિલ્મો, 29 વર્ષની કામણગારી અભિનેત્રી નેટવર્થ નવાઈ પમાડે તેવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.