બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:08 PM, 15 August 2024
સિલ્વર મેડલ માટેની અપીલ હારી ગયા બાદ વિનેશે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે અને કહ્યું કે મેં ભગવાનનું શું બગાડ્યું છે. વિનેશે શેર કરેલી તસવીરમાં પોતે નિરાશામાં જમીન પર પડેલી જોઈ શકાય છે. વિનેશની આ તસવીર જોઈને લાખો ભારતીયોના દિલ તૂટી ગયા. આ તસવીરે જ વિનેશને દુખ-દર્દ છતું કરી દીધું છે.
ADVERTISEMENT
<script async src="//www.instagram.com/embed.js"></script>
ADVERTISEMENT
સિલ્વર મેડલની વિનેશની અપીલ ફગાવાઈ
ભારતની પહેલવાન વિનેશ ફોગાટ અને દેશની આશા પર પાણી ફરી વળ્યું છે. અનેક દિવસોની દુખભરી પ્રતિક્ષા બાદ આખરે કોર્ટ ઓફ આર્બિટ્રેશને વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવાની ના પાડી દીધી છે. કોર્ટે વિનેશની અપીલ ફગાવી દીધી છે. બે વાર સિલ્વર મેડલનો ચુકાદો લટકાવી રાખ્યાં બાદ કોર્ટ ઓફ આર્બિટ્રેશને આખરે ત્રીજી વારમાં ફાઈનલ ચુકાદો જાહેર કરીને સિલ્વર મેડલની દેશની આશા પર પાણી ફેરવી દીધું હતું. વિનેશ માટે હવે કોઈ આરો નથી.
વિનેશ ફોગાટની કુસ્તીમાંથી અલવિદા
7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલ રમાઇ હતી. આ પછી બીજા દિવસે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. વિનેશ ફોગાટે કહ્યું કે મા કુશ્તી મારાથી જીતી હતી. હું હારી છું. મને માફ કરજો, તમારું સપનું, મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024.
વધુ વાંચો : પરણેલા કપલોએ રોમાન્સ કેવી રીતે વધારવો? KBCમાંથી જાણીને અમિતાભ બચ્ચને આપી સલાહ
વિનેશને કેમ રમવા નહોતી મળી ગોલ્ડ વિનિંગ મેચ
પેરિસ ઓલિમ્પિકમાં 6ઠ્ઠી ઓગસ્ટે વિનેશે સતત 3 મેચ રમીને 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ગોલ્ડ મેડલ મેચ 7મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું. આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો. તેમની પ્રથમ માંગ એ હતી કે તેને ગોલ્ડ મેડલ મેચ રમવા દેવાય પરંતુ નિયમોને આગળ કરીને તેને રમવા ન દેવાઈ છેવટે તેણે કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં કેસ દાખલ કર્યો હતો જેનો હવે ચુકાદો આવવાનો છે.
ખાપ પંચાયત આપશે ગોલ્ડ
ઉલ્લેખનીય છે કે હરિયાણાની ખાપ પંચાયતે વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ આપવાનું એલાન કર્યું છે. વિનેશ હવે ગમે ત્યારે ભારત પાછી આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.