બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Olympics 2024 / વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વખત ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી

Paris Olympics 2024 / વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, પહેલી વખત ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી

Last Updated: 11:24 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિનેશ ફોગાટે 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ 5-0થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી અને આ સાથે તેણે મેડલ સુરક્ષિત કર્યો. આ રીતે વિનેશ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા રેસલર પણ બની છે.

વિનેશ ફોગાટે ફરી એકવખથ ઈતિહાસ રચી દીધો છે. વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વિનેશ ફોગાટે 50 કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલ 5-0થી જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી અને આ સાથે તેણે મેડલ સુરક્ષિત કર્યો. આ રીતે વિનેશ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા રેસલર પણ બની છે. વિનેશે સેમિફાઇનલમાં ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવ્યો હતો. આ મુકાબલોનો પ્રથમ રાઉન્ડમાં રસાકસી જોવા મળી હતી. જોકે આ દરમિયાન વિનેશે 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર બાદ બીજા રાઉન્ડની શરૂઆતમાં વિનેશ ફોગાટે સતત 2-2 પોઈન્ટની લીડ મેળવી હતી અને 5-0ની લીડ મેળવી હતી. ક્યુબન કુસ્તીબાજ વાપસી કરી શકી ન હતી અને વિનેશ ફોગાટે શાનદાર જીત મેળવી હતી.

વિનેશ ફોગાટની ફાઈનલ મેચ 7મી ઓગસ્ટે રમાશે. બુધવારે તેની નજર ગોલ્ડ મેડલ જીતવા પર રહેશે. આ દરમિયાન વિન્ચે યુએસએની સારાહ એન હિલ્ડેબ્રાન્ડનો સામનો કરશે. વિનેશ સમર ગેમ્સમાં મેડલ જીતનારી સાક્ષી મલિક પછી બીજી ભારતીય મહિલા રેસલર બનશે. તમને જણાવી દઈએ કે વિનેશે પહેલા રાઉન્ડમાં 1 પોઈન્ટ અને બીજા રાઉન્ડમાં 4 પોઈન્ટ મેળવ્યા હતા.

વિનેશે વર્તમાન ઓલિમ્પિક અને 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને તેની પહેલી જ મેચમાં હરાવીને હલચલ મચાવી દીધી હતી. વિનેશની આ જીતની કોઈને આશા ન હતી કારણ કે 25 વર્ષની સુસાકી તેની 82 મેચોની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એકપણ મેચ હારી નથી. આ તેની પ્રથમ હાર હતી. આ પછી વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી.

ત્રીજા ઓલિમ્પિકમાં સફળતા

આ પરિણામ પછી વિનેશ ગોલ્ડ કે સિલ્વર મેડલ મેળવશે તે 7 ઓગસ્ટ બુધવારની રાત્રે નક્કી થશે. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટે 2016માં રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ ઈજાને કારણે તેને પહેલી જ મેચમાંથી બહાર થવું પડ્યું હતું. આ પછી ટોક્યો ઓલિમ્પિકમાં સેમિફાઇનલ પહેલા જ તેનો પરાજય થયો હતો. હવે પેરિસમાં ચમત્કાર કરીને તે ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની.

વધુ વાંચો : VIDEO : ગોલ્ડન બોય નીરજ ચોપરાની ધમાલ, પહેલાં જ થ્રોમાં ક્વોલિફાઈ, ભાલા ફેંકની ફાઈનલમાં

સતત 5મી ઓલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ

ભારતને આ 5 ઓલિમ્પિકમાં કુસ્તીમાં આ 7મો મેડલ મળ્યો છે. તેમની પહેલા 2008માં સુશીલ કુમાર (બ્રોન્ઝ) અને 2012 (સિલ્વર), યોગેશ્વર દત્ત (બ્રોન્ઝ) 2012માં, સાક્ષી મલિક (બ્રોન્ઝ) 2016, બજરંગ પુનિયા (બ્રોન્ઝ) 2020 અને રવિ દહિયા (2020)માં સિલ્વર તેણે કુસ્તીમાં મેડલ જીત્યા બાદ આ યાદીમાં પોતાનું નામ લખાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

VineshPhogat VineshPhogatcreateshistory ParisOlympicsfinal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ