બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Technology / આ વ્યક્તિના લીધે માઈક્રોસોફ્ટ અને આખી દુનિયા થઈ ઠપ? જાતે જ પોસ્ટ કરીને જણાવ્યું કારણ!

માઇક્રોસોફ્ટ ડાઉન / આ વ્યક્તિના લીધે માઈક્રોસોફ્ટ અને આખી દુનિયા થઈ ઠપ? જાતે જ પોસ્ટ કરીને જણાવ્યું કારણઍ

Last Updated: 03:33 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈક્રોસોફ્ટ (Microsoft)ના સર્વરમાં થયેલ ખામીના કારણે ઘણા દેશોની સરકારી કચેરીઓ, કંપનીઓ સહિત એરલાઇન્સની સિસ્ટમ બંધ થઇ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ તમામ ઘટનાની જવાબદાર લેતા એક વ્યક્તિની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાઇરલ થઈ રહી છે. આવો જાણીએ શું છે હકીકત.

ગઇકાલે માઈક્રોસોફ્ટ (Microsoft)ના સર્વરમાં થયેલ ગરબડના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સર્વર સરખું કરવાની કામગીરી શરૂ દેવાની જાણ કરી હતી. આ દરમિયાન એક્સ પર પર વધુ એક ટ્વીટ વાયરલ થઇ રહ્યુ છે. જેમાં Vincent Flibustier નામના વ્યક્તિએ પોતાને Crowdstrike નો કર્મચારી ગણાવી તેના કારણે સર્વર ડાઉન થયું હોવાનું જણાવ્યું હતું.

સર્વર ડાઉન કરી લીધી રજા

હકીકતમાં Crowdstrike ના એન્ટી વાયરસની અપડેટના કારણે આ બનાવ બન્યો હતો.  ત્યારે આ સંકટને લઇ દુનિયામાં આ ઘટના પાછળ કોનો હાથ હોઈ શકે જેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. આ દરમિયાન Vincent Flibustier નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાને Crowdstrike નો કર્મચારી જણાવીને તેની ભૂલના કારણે આ વસ્તુ થઇ હોવાનું અને આના કારણે પૂરી દુનિયા પ્રભાવિત થઇ હોવાનું લખ્યું હતું.  Vincent Flibustier એ પોતાની એક પોસ્ટમાં Crowdstrike ની ઓફિસમાં પોતાના ફોટા સાથેની પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યુ હતુ કે Crowdstrike માં પહેલો દિવસ. બસ એક નાની અપડેટ કરીને બપોરમાં રજા લઇ લીધી. વિંસેટની આ ફોટો થોડી જ વારમાં વાઇરલ થઇ હતી. જેમાં લાખોની સંખ્યામાં લોકોએ લાઇક અને 36 હજારથી વધારે લોકોએ શેર કરી હતી.

Vincent Flibustier ની પોસ્ટને લોકોએ સાચી માની

Vincent Flibustier એ મજાક કર્યો હોવાની થાય તે પહેલા લોકોએ તેની વાત સાચી માની લીધી હતી. આ પોસ્ટના બે કલાક બાદ તેણે બીજી પોસ્ટ કરી હતી. જેમાં જણાવ્યું હતુ કે કંપનીએ તેને નોકરીથી કાઢી મુક્યો છે. તેણે વધુમાં લખ્યુ હતું કે સિસ્ટમ એડમીન તરીકે મારો પહેલો દિવસ હતો. અને ઉત્સાહમાં આવીને ટ્વીટ કરી હતી. પણ મારે આવું ના કરવું જોઇએ. વગર ટેસ્ટીંગે અપડેટને પ્રોડક્શનમાં નાખવી નહતી જોઇતી. જેના કારણે ટેકનિકલ ખામી સર્જાઈ. જેના કારણે મને નોકરીમાંથી કાઢી મુકાયો.

વધુ વાંચો : માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે અનેક દેશમાં ઘણી સર્વિસ ઠપ, જાણો ક્યારે સમસ્યાનો અંત

કેમ ખોટું બોલ્યો તે જણાવ્યું

Vincent Flibustier એક વ્યંગ લેખક છે. જે નોર્ડપ્રેસ નામના એક બેલ્જિયન પેરોડી ન્યુઝ વેબસાઇટનું સંચાલન કરે છે. એક ટીવી શોની વાતચીતમાં Vincent Flibustier એ જણાવ્યુ હતુ કે લોકો તેની વાતો પર ભરોસો કરે છે. માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા કોઇએ તેની જવાબદારી લીધી ન હતી. અને સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અને લોકોને કંઈક નવી માહિતી જોઈતી હતી. ખોટી માહિતી હંમેશા નવી જાણકારી હોય છે, કારણ કે તેને કોઇએ વાંચી નથી હોતી. વધુમાં Vincent Flibustier એ જણાવ્યુ હતું કે તેણે પોતાને માઇક્રોસોફ્ટ સર્વર ડાઉન થવા માટે જીમ્મેદાર ગણાવ્યો હતો. જોકે કેટલાક યૂઝર્સે Vincent Flibustier નો મજાક જાણી ગયા હતા, પરંતુ મોટા ભાગના લોકોએ સાચું માની લીધું હતું.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Microsoft Outage Microsoft CrowdStrike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ