બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / villagers unique decision corona safety whole village tonsure jamtara jharkhand

અનોખી પહેલ / કોરોનાથી બચવા આ ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામે મુંડન કરાવ્યું

Dharmishtha

Last Updated: 03:11 PM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના એક ગામના લોકોએ કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે એક અનોખી રીત શોધી કાઢી છે. મુસ્લિમ સમુદાયના જામતાડાના નાલા પ્રખંડનાં કાસ્તા ગામમાં મહિલાઓને બાદ કરતા તમામ લોકોએ મુંડન કરાવ્યું છે. બાળકો, યુવાનોથી માંડી વૃદ્ધોએ કોરોનાને લીધે મુંડન કરાવ્યું છે.

  • કોરોનાના સંક્રમણથી બચવા માટે આખા ગામે મુંડન કરાવ્યું
  • બ્લેડ લઈને ગામજનોએ એકબીજાનું મુંડન કર્યુ
  • ડૉક્ટરોએ આ આઈડિયાને યોગ્ય ગણાવ્યો

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી બચવા માટે આ મુસ્લિમ સમુદાયના ગામમાં તમામ પુરુષોએ બ્લેડ દ્વારા ગામમાં એકબીજાની મદદથી મુંડન કર્યુ છે. તેમનું માનવું છે કે સલૂન કે પાર્લરમાં જવાથી કોરોના વાયરસ ફેલાવાની શક્યતા હોય છે.

સલુનમાં ઉપયોગમાં લેવામાં આવનાર કપડા તથા વાણંદ દ્વારા ઉપયોગમાં લેવાતા અસ્તરા, ખુરશી અને અન્ય સામાનોથી કોરોના વાયરસ ફેલાઈ શકે છે. આ બાબતે ધ્યાનમાં રાખીને ગામજનોએ નિર્ણય લીધો કે કોરોના વાયરસની ચેન તોડવી છે. જેથી તેમને પોતાનું મુંડન પોતાના જ પરિવારના સભ્ય કે નજીકની વ્યક્તિ પાસે કરાવી દીધુ. ગ્રામજનોનું કહેવું છે કે લોકડાઉન રહેશે ત્યાં સુધી એકબીજાના સહયોગથી મુંડન કરતા રહીશું. લોકડાઉનમાં વાણંદ પાસે કે પાર્લરમાં  નહીં જઈએ.

ગ્રામીણો દ્વારા ઘરે જ વાળ કાપવાના આઈડિયાને ડૉક્ટરોએ યોગ્ય ગણાવ્યુ છે. ડૉક્ટર અરવિંદ દાસનું કહેવુ છે કે ,‘સલૂનમા ઉપયોગમાં લેવામાં આવનારી વસ્તુ જેમ કે ટોવેલ, અસ્તરા તતા અન્ય સામાન અનેક લોકોમાં વપરાય છે.  જેના કારણે સંક્રમણની શક્યતા વધી જાય છે. આવા સમયે સલૂનમાં જવું ખરતા ભરેલુ છે. જેથી સલૂન કે પાર્લરમાં જવાથી બચવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Jharkhand Safety jamtara કોરોના વાયરસ ઝારખંડ પહેલ સુરક્ષા coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ