જામનગર પંથકમાં ચોરીના ગુન્હાને અંજામ આપતા 2 શખ્સોને ગ્રામજનોએ ઝાડ સાથે બાંધી જાહેરમાં સરભરા કરી હતી.
જામનગરમાં ચોર ટોળકીને મેથીપાક
6 લોકોની ચોર ટોળકીમાંથી 2 ઝડપાયા
આરોપીઑ દ્વારા ચોરી કર્યાની કબૂલાત
જામનગર જિલ્લાના જસાપર ગામમાં ચોરી કરતી ટોળકીને સ્થાનિકોએ પડકી પાડી હતી.આ ગેંગના મહિલા સહીત 6 શખ્સો ચોરીના ગુન્હાને અંજામ આપતા હતા. જેમાંથી એક મહિલા અને એક શખ્સ સહીત 2 ને લોકોએ પકડી સરભરા કરી હતી.
બંનેને પોલીસને હવાલે કરાયા
જામનગરના જસાપર ગામમાં મંદિર અને ઘરમાં ચોરી કરતી ચોર ટોળકીને ભારે પડી ગયું હતું. ચોર ટોળકીના 2 આરોપી ઝડપાઈ જતાં ગ્રામજનોએ મેથીપાક ચખાડ્યો હતો. ગ્રામજનોએ મહિલા અને આરોપી પુરુષને વૃક્ષ સાથે બાંધ્યા હતા. જ્યાં ગ્રામજનોએ મેથીપાક ચખાડીને બન્નને પોલીસને સોંપ્યા હતા. આરોપીઓની 6 લોકોની ટોળકી છે અને તે કાલાવડ પંથકમાં જુદા- જુદા ઘર અને મંદિરમાં ચોરી કરી હતી. જે ચોરીની કબૂલાત આરોપીઓએ ગ્રામજનો સમક્ષ પણ કરી હતી આથી તાત્કાલિક પોલીસને હવાલે કરાયા હતા. જેને લઈને પોલીસે કાર્યવાહી આગળ ધપાવી છે.