બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:19 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં મીન (દ.ચ.ઝ.થ.) રાશિના જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં સાધારણ ચિંતા રહેશે. સ્વપરાક્રમ અને મહેનતથી ધનલાભ મેળવશો. નોકરીમાં પ્રગતિ અને પ્રમોશન થી લાભ મળશે. વારંવાર નાની મોટી મુસાફરીના યોગ જણાય છે. વ્યવસાયમાં યોગ્ય આવડતનો ઉપયોગ કરી શકશો. કોઈપણ પ્રકારના નવા રોકાણમાં લાભ વધશે. વગર વિચારે કરેલા કામમાં તકલીફ જણાશે.
ADVERTISEMENT
નોકરી-ધનલાભ
આ ઉપરાંત મીન રાશિના જાતકો લાગણી અને પ્રેમ દ્વારા સૌને પોતાના બનાવશો. નોકરિયાતને સારા ફળની પ્રાપ્તિ થાય. પિતા તરફથી સારો સહકાર પ્રાપ્ત થશે. પસંદગીના વાહન મેળવવાના યોગ સારા છે. આકસ્મિક ધનલાભ અને રોકાયેલું ધન પાછું મળે. બીમાર વ્યક્તિઓએ ખાવા પીવામાં કાળજી રાખવી. અંગત લાગણી વાળા સ્નેહીજનો થી દૂર રહેવું પડશે અને છુપા દુશ્મનો. સાવધાની રાખી કામ કરવું.
ADVERTISEMENT
વૈવાહિક જીવન
અકારણ ઝઘડા ચિંતા ઉદ્વેગથી દૂર રહેવું. વૈવાહિક જીવનમાં વાણી દ્વારા સાચવવું. આ સિવાય કોર્ટ કચેરી વિખવાદોથી દૂર રહેવું. આધ્યાત્મિક અને ગુઢ વિદ્યામાં રુચિ વધશે. પરિવારના હીતને ધ્યાનમાં રાખી કામકાજ કરવું. લાંબી મુસાફરી યાત્રા પરદેશ ગમનના યોગ બને તેમજ નાણાકીય વ્યવહારમાં સાચવીને કામકાજ કરવું અને મોસાળ તથા મિત્રો દ્વારા મન દુઃખના પ્રસંગ બને. શેર સટ્ટામાં સાચવીને કામકાજ કરવું
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃકેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
વિક્રમ સંવત 2081 સ્ત્રીઓને સરકારી નોકરીમાં લાભ વધી શકે છે. યોગ્ય પોસ્ટ ઉપર કામ કરવાની ઉજળી તકો મળે. આપના ઉત્સાહમાં વધારો થાય જવાબદારી ના કારણે ડિપ્રેશન અનુભવાય. આ ઉપરાંત વિવાહ સમયે પાત્રની પસંદગીમાં કન્ફ્યુઝન રહે તેમજ દાંપત્ય જીવનમાં આંતરિક ખટરાગ જણાય.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓ માટે આ વર્ષે યોગ્ય ફળ મેળવવા મહેનત વધારે કરવી પડે. પરીક્ષા સમયે સ્વાસ્થ્યમાં સાવચેતી રાખવી તેમજ ઉચ્ચ ડિગ્રીમાં વિદ્યાર્થીને સારી સફળતા મળે. આ ઉપરાંત વિદેશ ભણવા જવાની ઈચ્છા પૂરી થાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.