બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / કેવું જશે કુંભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
Last Updated: 06:20 AM, 2 November 2024
Yearly Horoscope: વિક્રમ સંવત 2081માં કુંભ (ગ.સ.શ.ષ.) રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સારું સુખ મળે તેમજ ચામડી વિષયક તકલીફની સંભાવના છે. સ્થાન પરિવર્તનના શુભ યોગ બને.
ADVERTISEMENT
પ્રોપર્ટી-ખર્ચ
ગાઢ પ્રેમ સંબંધોની અદભુત અનુભૂતિ થાય અને પોતાના સ્થાનથી દૂર પ્રોપર્ટીના યોગ જણાય છે. કૌટુંબિક વિખવાદોમાં સાવધાની રાખવી. અશાંતિ ઉદવેગ અને સાધારણ વિખવાદ જોવા મળે. પ્રોપર્ટી મેન્ટેન કરવામાં ખર્ચ વધવાની સંભાવના. વેપારમાં વૃદ્ધિ અને નવા કામનું આયોજન થાય.
ADVERTISEMENT
શેરબજાર
આ ઉપરાંત કુંભ રાશિના જાતકોને આ વર્ષે પિતા અને સસરા તરફથી સારો લાભ થાય. જુના રોકાણ કે શેર બજારમાં લાભ સંભાવના વધે. સટાકીય બાબતોમાં ખોટા સાહસ ના કરવા. વિદેશમાં વસતા સંતાનોને મળવાનો મોકો મળે. પોઝિટિવ વિચારો તમારા ડિપ્રેશનને દૂર કરશે. વાણી ઉપર સંયમ રાખવાથી મને ધાર્યા કાર્યો સિદ્ધ થાય.
ધનલાભ
આ સિવાય જૂની ઉઘરાણી પતે અને ધનલાભની શક્યતા વધે. વધારે પડતી અપેક્ષાઓ પરિવારમાં નુકસાન કરાવે. અન્ય વ્યક્તિઓના કારણે વિખવાદ ન થાય તે જોવું. ભાગીદાર કે પત્નીના વ્યવહારમાં વિચારભેદ જણાય. રોજિંદી આવકમાં ચડાવ ઉતાર જોવા મળે. કોર્ટ કચેરીમાં યોગ્ય સલાહ લઈ આગળ વધવું.
વધુ વાંચોઃ કેવું જશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મિથુન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કર્ક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃકેવું જશે સિંહ રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે કન્યા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
સ્ત્રીઓ માટે
આ વર્ષમાં સ્ત્રીઓને મનપસંદ પાત્ર સાથે પ્રસંગમાં જવાનું બને. નોકરીમાં પદોન્નતિ અને આવકમાં વૃદ્ધિ થાય. ખાટુ તીખું ખાવામાં સાવચેતી રાખવી જરૂરી. ચામડીના દર્દની સંભાવના જણાય છે. સંતાનની પ્રગતિ અને ઈચ્છાઓની પૂર્તિ થાય તેમજ ધંધા વેપાર સાથે જોડાયેલાને લાભ થાય.
વધુ વાંચોઃ કેવું જશે તુલા રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે વૃશ્ચિક રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે ધન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મકર રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વધુ વાંચોઃ કેવું જશે મીન રાશિના જાતકોનું નવું વર્ષ? જાણો વિક્રમ સંવત 2081નું વાર્ષિક રાશિફળ
વિદ્યાર્થીઓ માટે
વિદ્યાર્થીઓ માટે આ વર્ષે મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ મળશે. વધારે પડતો આત્મવિશ્વાસ નુકસાન કરાવશે. સાયન્સ લીધું હોય તેવા વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું.
જીપીએસસી કે ક્લાસ વન ટુના વિદ્યાર્થીએ ધ્યાન રાખવું તેમજ ગણિત અને એકાઉન્ટના વિદ્યાર્થીઓ માટે વર્ષ સારું જણાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.