વિક્રમ ગોખલેને 2011માં સંગીત નાટક એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેમને મરાઠી ફિલ્મમાં તેમના યોગદાન માટે 2013માં સર્વશ્રેષ્ઠ અભિનેતાના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું નિધન
જાણીતી સેલિબ્રિટીઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો
તેમના અંતિમ સંસ્કાર વૈકુંઠમાં કરવામાં આવશે
વિક્રમ ગોખલેએ હિન્દી સિનેમામાં આપ્યું હતુ યોગદાન
રંગમંચ અને ફિલ્મ અભિનેતા વિક્રમ ગોખલેનુ શનિવારે મલ્ટીપલ ઑર્ગન ફેલિયરના કારણે નિધન થયુ છે. પ્રસિદ્ધ અભિનેતા પુણેમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં 5 નવેમ્બરથી દાખલ થયા હતા. જો કે, તેમની તબિયત ખૂબ નાજુક હતી. હોસ્પિટલના એક નિવેદન મુજબ તેમના અંગોને બાલ ગંધર્વ રંગ મંદિર લઇ જવામાં આવશે અને અંતિમ સંસ્કાર વૈકુંઠમાં કરવામાં આવશે. તેમણે લાંબા સમય સુધી હિન્દી સિનેમામાં પોતાનુ યોગદાન આપ્યું હતુ. તો તેમના નિધન પર જાણીતી સેલિબ્રિટીઓએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો.
સાંસદ પ્રકાશ જાવડેકરે આપી શ્રદ્ધાંજલિ
સાંસદ પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યુ, "તેમણે લખ્યું કે અનુભવી અભિનેતા વિક્રમ ગોખલેના નિધનથી હુ દુ:ખી છુ. તેઓ એક બહુમુખી અભિનેતા હોવાની સાથે એક પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર્તા પણ હતા. તેમણે પોતાના અસાધારણ પ્રદર્શનથી મરાઠી, હિન્દી રંગમંચ અને ફિલ્મ ઉદ્યોગમાં એક ઊંડી છાપ છોડી છે. ઓમ શાંતિ!"
Saddened by the demise of veteran actor #VikramGokhale.
He was a Versatile Actor as well a committed social activist.
He left an indelible mark in Marathi, Hindi Theatre &Film industry with his extraordinary performances.
My heartfelt condolences to his family.
Om Shanti! pic.twitter.com/F5GsWZEKov
અક્ષય કુમારે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'વિક્રમ ગોખલેજીના નિધન અંગે જાણીને મને વધારે દુ:ખ થયુ. તેમની સાથે ભૂલ ભુલૈયા, મિશન મંગલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ. તેમની પાસેથી ઘણુ જાણવા મળ્યુ. ઓમ શાંતિ.' ભોજપુરી અભિનેતા રવિ કિશને લખ્યું છે કે 'મારા મનપસંદ અભનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં રહ્યાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.'
Very sad to know of the demise of Vikram Gokhale ji. Worked with him in films like Bhool Bhulaiyaa, Mission Mangal, had so much to learn from him. Om Shanti 🙏 pic.twitter.com/WuA00a2bpO
નિર્દેશક સંજય ગુપ્તાએ ટ્વિટર પર પોતાની પોસ્ટ શેર કરીને લખ્યું છે કે રેસ્ટ ઈન પીસ સર, તમે અમારા આદર્શ છો. મહત્વનું છે કે વિક્રમ ગોખલેની પુત્રી નેહાએ સોશિયલ મીડિયામાં શેર કર્યુ અને કહ્યું, શ્રી વિક્રમ ગોખલેનુ નિધન થયુ છે, કપરા સમયમાં તેમના માટે પ્રાર્થના કરવા પર બધાનો ધન્યવાદ.