બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / એક્શન અને ડ્રામાથી ભરપૂર 'પિરિયડ' ફિલ્મ, વિક્કી કૌશલ-અક્ષય ખન્ના 'છાવા'માં છવાયા, વાંચો રિવ્યુ
Last Updated: 03:12 PM, 14 February 2025
વિક્કી કૌશલને માસ્ટર ઓફ ડિસગાઈઝ કહીએ તો એમ કોઈ અતિશકયોક્તિ નથી. તે તેના દરેક કિરદાર બખૂબી નિભાવે છે પછી તે સેમ બહાદુર હોય કે સરદાર ઉધમ સિંઘ કે છત્રપતિ સંભાજી. રશ્મિકા મંદાના ઉપરાંત આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ આ ફિલ્મમાં જોવા મળશે તો એવું કહેવાય છે કે પહેલા કરણ જોહર વિક્કી કૌશલને લઈને 'તખ્ત' નામની પિરિયડ દરમાં બનાવવાના હતા પણ કોવિડને કારણે તે બની ના શકી ત્યારે લક્ષ્મણ ઉતેકરની આ મરાઠા હિસ્ટોરીકલ પિરિયડ ડ્રામાને સારા રિવ્યુ મળી રહ્યા છે.
ADVERTISEMENT
'છાવા' ની સ્ટોરી
આ ફિલ્મની વાર્તા જ્યાં શિવાજી મહારાજનું નિધન થાય છે ત્યાંથી શરૂ થાય છે. એવું કહેવાય છે કે છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી મુઘલોની શક્તિ વધવા લાગી. તેમના દુષ્ટ ઇરાદા અને લોકો પર અત્યાચાર વધતા જતા હતા. શિવાજી ભલે ચાલ્યા ગયા પણ તેઓ તેમના વિચારોની અસર લોકો પર મુકતા ગયા હતા અને આ વિચારો તેમના 'છાવા' એટલે કે પડછાયો તેમના દીકરામાં ઉતર્યા. શિવાજી મહારાજ તેમના દીકરાને 'છાવા' કહેતા. જેનો અર્થ થાય છે પડછાયો. જ્યારે મુઘલ સામ્રાજ્યનો જુલમ અને અત્યાચાર લોકો પર વધવા લાગ્યો ત્યારે સંભાજી મહારાજ તેમની મદદે આવ્યા. આ પિરિયડ ડ્રામા વાત કરે છે છાવાની બહાદુરી, હિંમત અને કૌશલ્યની. સંભાજી મહારાજની હિંમત અને બહાદુરીએ ઔરંગઝેબના સિંહાસનને હચમચાવી નાખ્યું હતું. આ વાર્તા છે તેમાં શૌર્ય અને સાહસની.
ADVERTISEMENT
Rating: ⭐️⭐️⭐️⭐️#Chhaava is POWERFUL. #VickyKaushal ROARS, hits the ball out of the park. Director #LaxmanUtekar has a WINNER in his hands. Electrifying BGM, scintillating sequences and contemplating drama, this one’s a package. #RashmikaMandanna impresses again! #ChhaavaReview… pic.twitter.com/o7huQgICoh
— Nishit Shaw (@NishitShawHere) February 14, 2025
એક્શન, ડ્રામાથી ભરપૂર
શિવાજી મહારાજની ગાથા સૌ કોઈ જાણે છે પરંતુ સંભાજી મહારાજ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તેવામાં આ ફિલ્મ ઇતિહાસની આ ગૌરવશાળી વાર્તાને રજૂ કરવાનું કામ કરશે. 'છાવા' એક શાનદાર ફિલ્મ છે જેના દ્વારા સંભાજી મહારાજની બહાદુરી અને તેમના પરાક્રમ વિશે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર છે. જો કે આ ફિલ્મનું એક ખૂટતું પાસું એ છે કે આ ફિલ્મમાં તમને પિતા-પુત્રની કેમેસ્ટ્રી જોવા મળશે નહીં તેમની વચ્ચે કેવા સબંધો હતા તે ભાગને ફિલ્મમાં આવરવામાં આવ્યો નથી .
વિકી, અક્ષય અને રશ્મિકાનો અદભૂત અભિનય
વાત કરીએ ફિલ્મના અભિનયની તો વિક્કી કૌશલ સંભાજી મહારાજના પાત્રને જીવંત કરે છે તે તેનામાં ડૂબી ગયો હોય તેવું દેખાય છે. તેના અભિનયમાં તમે છાવા એટલે કે સંભાજી મહારાજની હિંમત અને બહાદુરી અનુભવી શકશો. તેનું પ્રેઝન્ટેશન, ડાયલોગ ડિલિવરી, બધું જ અદ્ભુત છે. આ ઉપરાંત સંભાજી મહારાજના પત્ની યેસુબાઈની ભૂમિકામાં રશ્મિકા મંદાના એકદમ પરફેક્ટ ફિટ લાગે છે તેને આ રોલ ખૂબ ગ્રેસથી ભજવ્યો છે અને એક યોધ્ધાની ખુમારી તેના પાત્રમાં પણ છલકે છે. આ ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકા અક્ષય ખન્નાએ ભજવી છે અને તે હંમેશની જેમ તેના પાત્રમાં પ્રોમિસિંગ લાગી રહ્યો છે. અક્ષયને જોઈને તમને તેના પર ગુસ્સો અને ડર બેવડી લાગણી થશે. તો આશુતોષ રાણા પણ આ ફિલ્મમાં મહત્ત્વના કિરદારમાં છે. આ ફિલ્મમાં ઔરંગઝેબની પત્નીના રોલમાં ડાયેના પેન્ટી છે પણ તેના ભાગે ખાસ કઈ કામ આવ્યું નથી. આમ જોવા જી તો આખી ફિલ્મનો ભાર વિક્કી કૌશલના ખભા પર છે.
#Chhaava Movie Review
— Sumit Kadel (@SumitkadeI) February 14, 2025
Rating - ⭐️⭐️⭐️
Chhaava is a fair tribute to the bravery and sacrifice of Chhatrapati Sambhaji Maharaj, who gave his life for the Maratha Empire and Swaraj. The film tells a powerful and emotional story, but do not expect the grand scale and technical… pic.twitter.com/8hvcGgixhL
લક્ષ્મણ ઉતેકરનું દિગ્દર્શન
આ સિવાય જો આપણે 'છાવા' ના દિગ્દર્શનની વાત કરીએ તો તેનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ પહેલા તે 'હિન્દી મીડિયમ', 'લુકા છુપી' અને 'મિમી' જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. પરંતુ આ ફિલ્મ ઇતિહાસ પર છે જે અન્ય ફિલ્મો કરતાં ઘણી અલગ છે માટે તેમણે ઘણા પડકારોનો સામનો કર્યો હશે. પણ ફિલ્મ જોઈને તમને ખ્યાલ આવશે કે તેમણે ફિલ્મ પર ખૂબ જ બારીકાઈથી કામ કર્યું છે. તેમણે દરેક પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેનું મહત્વ દર્શાવ્યું છે. તેમણે આ વાર્તાને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. મેડોક ફિલ્મ્સ અને દિનેશ વિજને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.
બેકગ્રાઉન્ડ સ્કોર
વાત કરીએ ફિલ્મના સંગીતની તો બેકગ્રાઉન્ડ સ્કોર અને ગીતોનું સંગીત એ.આર. રહેમાને આપ્યું છે. તેમનું સંગીત ફિલ્મની દરેક કડીને જોડે છે. સંગીતથી તમે ફિલ્મના દરેક દ્રશ્યને અનુભવી શકશો. આમ આ ફિલ્મ મ્યુઝિકની દ્રષ્ટિએ પણ દર્શકોમાં એક અદભૂત છાપ છોડે છે.
વધુ વાંચો: અક્ષય કુમારની 'હાઉસફુલ 5' જોવા તૈયાર થઇ જાઓ! આવી ગઇ રિલીઝ તારીખ, 'સિકંદર' સાથે ટ્રેલર રજૂ થશે
ફિલ્મ જોવી કે નહીં?
આ ફિલ્મને ઓવર ઓલ 4 સ્ટાર મળ્યા છે. અને જો તમે પિરિયડ ફિલ્મના ચાહક છો તો આ વીકેન્ડમાં વિક્કી કૌશલની છાવા જરૂરથી જોવી જૉઇએ. 2 કલાક 41 મિનિટની આ એક્શન ડ્રામા ફિલ્મ તમને એક મિનિટ માટે પણ કંટાળો નહીં આવવા દે. ફિલ્મની વાર્તા ઉપરાંત ડિરેક્શન, અભિનય અને સંગીત આ ફિલ્મને કમ્પ્લીટ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.