બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બોક્સ ઓફિસ પર 'છાવા' છવાઇ ગઇ, 200 કરોડને નજીક પહોંચતા વાર નહીં લાગે વર્લ્ડવાઇડ કલેક્શન
Last Updated: 09:20 AM, 18 February 2025
વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'છાવા' બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. રિલીઝ થયા પછી ફિલ્મની કમાણીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સોમવારે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો પરંતુ તેમ છતાં તેણે સારી કમાણી કરી છે. રવિવારે છાવાએ 48 કરોડ 50 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને સોમવારે આ આંકડો 24 કરોડ રૂપિયા હતો. ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ કલેક્શન 140 કરોડ રૂપિયા રહ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે તેનું વર્ળ વાઇડ કલેક્શન કેટલું રહયું?
ADVERTISEMENT
The roar of his legacy is echoing louder than ever. 🔥🦁
— Maddockfilms (@MaddockFilms) February 17, 2025
Book your tickets now
🔗 - https://t.co/hPEGZ4wp3X#ChhaavaInCinemas Now.#ChhaavaOutNow #ChhaavaRoars@vickykaushal09 @iamRashmika #AkshayeKhanna @ranaashutosh10 @divyadutta25 @vineetkumar_s @neilbhoopalam @dianapenty… pic.twitter.com/yPrHxocpF7
છાવા વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ કલેક્શન
ADVERTISEMENT
એક હેવાલ મુજબ ફિલ્મ 'છાવા' એ રિલિઝન 3 દિવસની અંદર વિશ્વભરમાંથી 6 કરોડ 60 લાખ રૂપિયાનો વ્યવસાય કર્યો છે. રવિવાર સુધીમાં ફિલ્મનું કુલ વિદેશી કલેક્શન 25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. રિપોર્ટ અનુસાર સોમવારની કમાણીના આંકડા ઉમેર્યા પછી આ રકમ લગભગ 30 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે ચોથા દિવસે ફિલ્મનું કુલ વિશ્વવ્યાપી કલેક્શન આશરે 180 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આમ ફિલ્મ ધીમે ધીમે 200 કરોડ ક્લબ તરફ આગળ વધી રહી છે.
વિક્કીની ફિલ્મે તોડયા રેકોર્ડ
છાવાએ અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડયા છે. આ ફિલ્મ રીલીઝના દિવસે જ વિક્કી કૌશલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ અને પહેલા સપ્તાહના કલેક્શનની દ્રષ્ટિએ તેણે સલમાન ખાનની 'એક થા ટાઇગર' અને 'ટાઇગર ઝિંદા હૈ' જેવી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી. એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મ વિશે વાત કરતા કૌશલે કહ્યું હતું કે "મારું સૌભાગ્ય છે કે મને છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવવાની તક મળી. હું લક્ષ્મણ ઉતેકર અને દિનેશ વિજન સરનો ખૂબ આભારી છું."
વધુ વાંચો: VIDEO : 'મોનાલિસાના ડાયરેક્ટરને દારુ પછી તરત છોકરી જોઈએ છે', સનોજ મિશ્રા પર ગંભીર આરોપ
"દરેક બાળક સંભાજીને ઓળખે એ અમારો પ્રયત્ન "
ફિલ્મ વિશે વધુ વાત કરતા વિક્કી કૌશલે કહ્યું કે અમારો એકમાત્ર પ્રયાસ એ છે કે મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિ, દરેક બાળક સંભાજી વિશે જાણે છે પરંતુ આખા ભરતભારમાં દરેક બાળકને તે વિશે ખબર હોવી જોઈએ કે આપણા રાજા કેવા હતા. ફિલ્મમાં વિક્કી કૌશલે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી અને રશ્મિકા મંદાનાએ તેમના પત્ની રાણી યેસુબાઈની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ તેના ટીઝર રિલીઝ થયા પછી જ સમાચારમાં હતી અને કેટલાક નાના વિવાદો પછી તે થિયેટરોમાં હાલ ધૂમ મચાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.