રાજ્યમાં ગુજરાત પોલીસ વિભાગમાં 1382 પોલીસ સબ ઈન્સ્પેક્ટર(PSI)ની આગામી સમયમાં ભરતી થવાની છે. ત્યારે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે નિવેદન આપ્યું છે.
રાજ્યમાં આગામી સમયમાં 1382 PSIની ભરતી થશે
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયનુ નિવેદન
PSI ભરતી પરીક્ષાની હોળી સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાશેઃ સહાય
15 માર્ચ 2021ના રોજ પીએસઆઈ ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. જોકે કોરોનાના સંક્રમણના કારણે પરીક્ષા મોકૂફ રાખી દેવાઈ હતી, જે પરીક્ષા લેવાની તૈયારી ચાલી રહી છે. આ ભરતી અંગે જણાવતા વિકાસ સહાયે કહ્યું હતું કે, 1382 ભરતી પીએસઆઇની ભરતી કરાશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અલગ અલગ ભરતી થશે. 1382 જગ્યા માટે 5.5 લાખ લોકોએ અરજી કરી છે. શારીરિક કસોટી આગામી ડિસેમ્બરમાં યોજાશે. PSI અને LRD ભરતીમાં બંને સાથે શારીરિક કસોટી પરીક્ષા લેવાશે. 15 કેન્દ્રો પર LRD-PSI ભરતી માટે શારિરીક કસોટી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. PSI ભરતી પરીક્ષાની હોળી સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરાશે.
ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોક રક્ષક દળ(LRD)ની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી અંગે માહિતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં માહિતી આપી હતી.