બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / વિજયબાપુ સામે નરેન્દ્ર સોલંકીના આક્ષેપો સામે રોષ, સુરતના ભક્તોએ કરી પોલીસ ફરિયાદ
Last Updated: 04:57 PM, 11 January 2025
સૌરાષ્ટ્રમાં સતાધારની જગ્યાના વિવાદ મુદ્દે નરેન્દ્ર સોલંકી સામે રોષ ફાટી નીકળો છે. ત્યારે નરેન્દ્ર સોલંકીએ કરેલા આક્ષેપો સામે સુરતના ભક્તોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મહંત વિજયબાપુ સામે નરેન્દ્ર સોલંકીએ બેફામ આક્ષેપો કર્યા છે, જેને ભક્તો પાયા વિહોણા ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
સતાધારની જગ્યાના વિવાદ મુદ્દે નરેન્દ્ર સોલંકી સામે રોષ
ADVERTISEMENT
જેથી સતાધારમાં માનતા ભક્તોએ નરેન્દ્ર સોલંકી વિરુદ્ધ સુરતના અલગ-અલગ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમ છતાં હજુ સુધી પોલીસે કોઈ પગલા નહીં ભરતા ભક્તો વિફર્યા હતા. આ અગાઉ પણ આ ભક્તોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા છે. ત્યારે ફરી એક વખત ભક્તોએ એકઠા થઈ સુત્રોચાર કર્યો હતો.
નરેન્દ્ર સોલંકીએકર્યા હતા આક્ષેપ
ADVERTISEMENT
નરેન્દ્ર સોલંકીએ વિજયબાપુ પર વળતો પ્રહાર કર્યો હતો તેમજ ગીતાબેન અને વિજયભગતનો ગરબા સમયે એકબીજા સામે ઈશારા કરતો વીડિયો જાહેર કર્યો હતો. સતાધારના દરેક કાર્યક્રમોમાં ગીતાબેનની હાજરીના વીડીયો પણ જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ''મારી અને વિજય ભગતની શારીરિક તપાસ કરવામાં આવે તેમજ ગીતાબેનની પણ શારીરિક તપાસ કરવામાં આવે. સત્તાધારને બદનામ કરવામાં ચંડાલ ચોકડી કોણ છે તે જાહેર કરો'' વધુમાં કહ્યું કે, ''વિજય ભગત અને ગીતાબેન સિવાય બીજા બે કોણ છે તે જાહેર કરો'' તેમજ ગીતાબેન કોણ છે તેનું સત્ય જાહેર કરવામાં આવે તેવી નરેન્દ્ર સોલંકીએ માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર સોલંકીએ વિજયબાપુની નિયમ પ્રમાણે તિલક વિધિ ન થઇ હોવાનો પણ દાવો કર્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: માવઠું ઉત્તરાયણ બગાડશે! હવામાન વિભાગની અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
અગાઉ પણ નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો
ADVERTISEMENT
થોડા દિવસ અગાઉ સતાધાર વિવાદ મામલે આપાગીગા સ્થળના મહંત નરેન્દ્ર સોલંકીએ પત્ર લખ્યો હતો. આ પત્રમાં સતાધારમાં જે ટ્રસ્ટીની જગ્યા ખાલી છે ત્યાં તેમની નિમણૂકની માંગણી કરી હતી. નરેન્દ્ર સોલંકીએ પત્રમાં દાવો કરતા કહ્યું હતું કે, સતાધાર ગાદીનો હું સીધો વારસદાર છું. એવામાં મેં કોઈ દિવસ ગાદી માટે વિવાદ કર્યો નથી. વિજય ભગત પર ચારિત્ર્યના આક્ષેપો થયા છે. તો તેમને આ મામલે જવાબ આપવો જોઈએ. હાલ મેં વિજય ભગત અને ગીતાબેનને આ પત્ર લખીને જવાબ આપવા માટે કહ્યું છે. જો તેઓ પત્રનો જવાબ નહીં આપે તો આગામી દિવસોમાં વિજય હટાવો આંદોલન કરવામાં આવશે. આ પત્રમાં નરેન્દ્ર સોલંકીએ ચીમકી આપતાં કહ્યું કે, જો મારા પત્રનો જવાબ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હું આ મામલે વધારે ખુલાસા કરીશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT