બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / DNA રિપોર્ટ બાદ વિજય રૂપાણીના મૃતદેહને લઈ જવાશે રાજકોટ, પુત્ર સહિત નેતાઓના નિવાસસ્થાને ધામા
Last Updated: 09:48 AM, 14 June 2025
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ આજે વહેલી સવારે તેમના પુત્ર ઋષભ રૂપાણી અમેરીકાથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જયાંથી તેઓ ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.. હાલ DNA રિપોર્ટની રાહ જોવાઇ રહી છે, DNA રિપોર્ટ આવ્યા બાદ ઋષભ રૂપાણી રાજકોટ જવા માટે રવાના થશે..
ADVERTISEMENT
મહત્વનું છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી 230 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. DNA સેમ્પલ મેચ થતા પરિજનોને મૃતદેહ સોંપાશે.
આ પણ વાંચોઃ 2019ની ઘટનામાં PI સહિત 4 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ, ગોંધીને માર મારવાનો આરોપ
ADVERTISEMENT
બીજી તરફ ભાજપના નેતાઓ અને મંત્રીઓનો વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચવાનો સિલસિલો યથાવત છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. આ અગાઉ ગઇકાલે વડાપ્રધાન મોદીએ પણ સ્વર્ગસ્થ વિજયભાઇ રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત ગઇકાલે સાંસદ પરશોત્તમ રૂપાલા, ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.