બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / vijay mallya losses appeal in uk high court

ફટકો / વિજય માલ્યાને વધુ એક ઝટકો, UK હાઇકોર્ટે અરજી ફગાવતા ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો

Kavan

Last Updated: 06:53 PM, 14 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. ભારત પ્રત્યાર્પણના ચૂકાદા સામે અપીલ માટે વિજય માલ્યાની અરજી બ્રિટનની હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિજય માલ્યા પાસે હવે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 28 દિવસની અંદર ભારત પ્રત્યાર્પણ કરાય તેવી શક્યતા છે.

  • ભાગેડુ વિજય માલ્યાને બ્રિટનની કોર્ટનો વધુ એક ઝટકો
  • વિજય માલ્યાને ભારતમાં સોંપવાનો રસ્તો સરળ
  • 28 દિવસમાં ભારતને સોંપાઈ શકે છે વિજય માલ્યા

હાઇકોર્ટે અરજીને નકારી કાઢ્યા બાદ લંડન હોમ ઓફિસ પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરશે. હવે ઇંગ્લેન્ડમાં માલ્યા પાસે કાયદાકીય કોઇ રસ્તો બાકી રહ્યો નથી. હાઈકોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધ માલ્યાની અરજી પહેલા જ ફગાવી દીધી છે.

તો 28 દિવસમાં ભારત લાવવામાં આવી શકે 

નીરવ મોદી કેસમાં અદાલતમાં હાજર વિજય માલ્યાના વકીલે હાઈકોર્ટના નિર્ણય અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સંકેત આપ્યો હતો કે આગામી દરવાજો યુરોપિયન માનવ અધિકાર અદાલત છે. ઇંગ્લેન્ડના તમામ કાનૂની વિકલ્પો ખતમ થઈ ગયા પછી માલ્યાને 28 દિવસમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે, પરંતુ જો કેસ યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR) માં જાય તો પ્રત્યાર્પણ અટકી શકે છે.

આજે જ વિજય માલ્યાએ ભારત સરકારને આપ્યા છે અભિનંદન

વિજય માલ્યા એ ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે હું સરકારને કોરોના વાયરસ સંકટ વચ્ચે જાહેર કરાયેલા રાહત પેકજને લઇને શુભેચ્છા પાઠવું છે. તેઓ જેટલા રૂપિયા છાપવા ઇચ્છતા હોય તેટલા છાપે, પરંતુ સરકારે મારા જેવા એક નાના સહયોગકર્તાને ઇગ્નોર કરવો જોઇએ, જે સ્ટેટ બેંકને બધા પૈસા પરત આપવા ઇચ્છે છે. 

ઉલ્લેખનીય છે કે લિકર કિંગ વિજય માલ્યા ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલ છે, જેના પર અંદાજે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે. વિજય માલ્યા છેલ્લા ઘણા લાંબા સમયથી લંડનમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

UK High court vijay mallya લંડન વિજય માલ્યા Vijay Mallya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ