બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Vijay Mallya congratulates centre for covid package

ઓફર / આર્થિક પેકેજ પર માલ્યાએ સરકારને આપી શુભેચ્છા, કહ્યું મારી પાસેથી પણ લઇ લો રૂપિયા

Divyesh

Last Updated: 11:28 AM, 14 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત સરકારે કોરોના વાયરસ સંકટ વચ્ચે એક મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. જેના પર દરેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ વચ્ચે એક પ્રતિક્રિયા લંડનથી પણ આવી છે. લિકર કિંગ વિજય માલ્યાએ આ એલાન પર કેન્દ્ર સરકારને શુભેચ્છા આપી છે, આ સાથે એમ પણ કહ્યું છે કે હવે સરકાર તેની પાસેથી બધા પૈસા પરત લઇ લેવા જોઇએ.

  • આર્થિક પેકજ પર વિજય માલ્યાનું ટ્વિટ
  • સરકારને શુભેચ્છા, મારી પાસેથી પણ પૈસા લઇ લો

વિજય માલ્યા એ ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે હું સરકારને કોરોના વાયરસ સંકટ વચ્ચે જાહેર કરાયેલા રાહત પેકજને લઇને શુભેચ્છા પાઠવું છે. તેઓ જેટલા રૂપિયા છાપવા ઇચ્છતા હોય તેટલા છાપે, પરંતુ સરકારે મારા જેવા એક નાના સહયોગકર્તાને ઇગ્નોર કરવો જોઇએ, જે સ્ટેટ બેંકને બધા પૈસા પરત આપવા ઇચ્છે છે. 

ઉલ્લેખનીય છે કે લિકર કિંગ વિજય માલ્યા ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલ છે, જેના પર અંદાજે 9000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે. વિજય માલ્યા છેલ્લા ઘણા લાંબા સમયથી લંડનમાં છે. 
 


લંડનની એક કોર્ટે વિજય માલ્યાને ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, જેના વિરુદ્ધ માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અગાઉ એક વખત વિજય માલ્યાની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તે જામીન પર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

covid19 relief package vijay mallya કોવિડ 19 રાહત પેકેજ વિજય માલ્યા Vijay Mallya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ