બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Vijay Mallya can be extradited anytime India

કાર્યવાહી / ટૂંક સમયમાં જેલમાં હશે વિજય માલ્યા, ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ : રિપોર્ટ્સ

Kavan

Last Updated: 03:20 PM, 3 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગેલા વિજય માલ્યાને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે માલ્યાને ભારત લાવવાની તમામ કાનુની તમામ પ્રક્રિયા પુરી થઈ ચૂકી છે. ભારતમાં પ્રત્યાર્પણ ન થાય તે માટે માલ્યાએ ઘણા પ્રયાસ કર્યા.

  • ભાગેડુ વિજય માલ્યાને કોઈપણ સમયે ભારત લવાઈ શકે છે
  • માલ્યાને ભારત લાવવાની તમામ કાનુની તમામ પ્રક્રિયા પુરી થઈ
  • ભારતને પ્રત્યાર્પણનો કેસ માલ્યા 14મી મેના દિવસે હારી ગયો છે

ઉલ્લેખનીય છે કે, પરંતુ લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ UKની સુપ્રીમકોર્ટમાં 14મી મેના દિવસે હારી ગયો છે. હવે ભારતની તપાસ એજન્સી CBI અને EDની ટીમ માલ્યાને બ્રિટનથી ભારત લાવવા કામે લાગી છે. 14મી મેએ કેસ હાર્યા પછી 28 દિવસમાં માલ્યાને ભારત લાવવાનો હતો. 

17 બેંકોનું કરીને માલ્યા ભાગ્યો વિદેશ 

આપને જણાવી દઇએ કે, 28 દિવસના સમયમાંથી 22 દિવસ પસાર થઈ ચૂક્યા છે. એટલે કે હવે ગમે તે સમયે માલ્યાને ભારત લવાઈ શકે છે. માલ્યાએ અલગ અલગ 17 બેંકો 9 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હતી. 

2016માં ભારત છોડી ભાગ્યો હતો માલ્યા

ત્યાર બાદ રૂપિયાની ચૂકવણી ન કરવી પડે તે માટે મે 2016માં માલ્યાએ ભારત છોડી દિધું હતું. અને ત્યારથી જ તેને વતન પરત લાવીને રૂપિયા વસુલવા માટે ભારતીય તપાસ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

India vijay mallya વિજય માલ્યા Vijay Mallya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ