Tuesday, May 21, 2019

વિવાદ / લો પૈસા, ને પૂરી કરો વાત: વિજય માલ્યા

લો પૈસા, ને પૂરી કરો વાત: વિજય માલ્યા
ભાગેડુ લિકરકિંગ વિજય માલ્યાએ ફરી એકવાર લોન ભરપાઈ કરવાની રજૂઆત કરતા માટે સોશ્યલ મીડિયાની મદદ લીધી છે, તેણે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) પર ભારતીય કરદાતાઓને રૂપિયા બ્રિટનમાં કેસ પર બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. 63 વર્ષના માલ્યાના લંડન બેંકમાં પડેલા 2,60,000 પાઉન્ડ જપ્ત કરવાના વચગાળાના આદેશને પડકારતી પોતાની અરજી બ્રિટનની હાઇકોર્ટમાં નામંજૂર કર્યાના થોડા દિવસો બાદ તેણે આ વાત કરી છે. 

 
માલ્યા  ટ્વિટર પર કહ્યુ કે, ''SBIની આગેવાનીવાળી જાહેર ક્ષેત્રની બેંકનું જૂથ ખોટી રીતે બ્રિટનની કોર્ટોમાં તેમની પાછળ પડી છે. બ્રિટનમાં SBIના વકીલ ભારતીય કરદાતાઓના રૂપિયા મારી વિરુદ્ઘ કેસ લડી રહ્યા છે. ભારતમાં સંપૂર્ણ વસૂલાત કરવામાં આવલી છે, પ્રધાનમંત્રી દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.''

 

માલ્યાએ લખ્યુ કે, ''SBIના વકીલ બ્રિટનમા ભારતીય કરદાતોઓના રૂપિયાના દમ પર પોતાનું નામ ચમકાવવામાં લાગેલા છે. SBIએ તેનો ઉત્તર આપવો જોઇએ.'' મીડિયાને પણ આડેહાથે લેતા માલ્યાએ કહ્યું કે, ''મીડિયાને સનસની ખેજ હેડિંગ પસંદ આવે છે. કોઈ એમ કેમ નથી પૂછતું કે સ્ટેટ બેન્ક વકીલો પાછળ બ્રિટનમાં કેટલો ખર્ચ કરે છે અને તેમની પાસેથી કેટલા નાણા વસૂલાશે.'' 

આ પહેલા, ગુરુવારે માલ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગત મહિને એક ઇન્ટવ્યૂમાં ઉલ્લેખ કર્યો કે, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, સરકારે બંધ પડેલી એરલાઈન્સના દેવુ ચૂકવવામાં ચૂકના મામલામાં 14000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દીધી છે. વિજય માલ્યા છેતરપિંડી અને 9000 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ મામલામાં ભારતમાં વોન્ટેડ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિટને માલ્યાના પ્રત્યાર્પણ માટે મંજૂરી આપી દીધી છે. હવે છેલ્લી મંજૂરી લેવાની બાકી છે.
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ