વિજય દેવરાકોંડા તાજેતરમાં જ ન્યૂડ ફોટોશૂટ કરાવીને ફિલ્મ લિગર માટે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ આ એક તસવીર માટે વિજયે ઘણી મહેનત કરીને બોડી ટ્રાન્સફોર્મેશન કરી હતી.
વિજય દેવરાકોંડાની ફિલ્મનું પોસ્ટર રિલીઝ
પોસ્ટરમાં તેણે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું
પોસ્ટર માટેના પોઝ માટે તેમને 21 દિવસ મહેનત કરી
ફિલ્મનું પોસ્ટર રિલીઝ
અભિનેતા વિજય દેવરકોંડા સાઉથમાં ખુબ જાણીતું નામ છે. અનેક સુપર હિટ ફિલ્મો આપી ચૂકેલો વિજય હવે બોલીવૂડમાં ડેબ્યું કરવા જઇ રહ્યો છે. ફિલ્મ લિગરમાં તે અનન્યા પાંડે સાથે જોવા મળશે જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજય દેવરકોંડા આજકાલ લિગરને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં જ વિજય ફિલ્મના નવા પોસ્ટરમાં ન્યૂડ પોઝ આપતો જોવા મળ્યો હતો. જેના વિશે સોશિયલ મીડિયા પર ઘણી વાતો થઈ, પરંતુ વિજયે માત્ર આ એક ફોટો ક્લિક કરાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે.
21 દિવસની લીધી ટ્રેનિંગ
તાજેતરમાં વિજય દેવરાકોંડાના પર્સનલ ટ્રેલર કુલદીપ સેઠીએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાની ટ્રાન્સફોર્મેશન સફર વિશે વાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે અભિનેતા વિજયે આ ન્યૂડ ફોટોશૂટ માટે કેવી તૈયારી કરી હતી. કુલદીપના જણાવ્યા અનુસાર, 2020થી વિજયે ફિઝિક પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું અને ફોટોશૂટ પહેલા તે પણ પરફેક્ટ શેપમાં હતો, પરંતુ તેમ છતાં વિજયે ખાસ ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું જેથી તે ફોટોશૂટ માટે પરફેક્ટ મસલ્સ અને કટ્સને ફ્લોન્ટ કરી શકે. આ માટે તેની ખાસ ટ્રેનિંગ 21 દિવસ સુધી ચાલી હતી.
2020 માં ફિટનેસ પર આપ્યું ધ્યાન
વર્ષ 2020માં લિગર ફિલ્મનું કામ શરૂ થયું હતું, તેથી વિજયે ફિલ્મ માટે જરૂરી લુક માટે ટ્રેનિંગ શરૂ કરી હતી. પરંતુ 3 મહિનાની ટ્રેનિંગ બાદ જ લોકડાઉન થયું અને તમામ જીમ પર તાળા લાગી ગયા હતા. તે સમયે પણ વિજય ઘરે જ વર્કઆઉટ કરતો રહ્યો. તેણે પોતાના વર્ક આઉટમાં બેડમિન્ટન, ટેનિસ જેવી રમતોને પણ સામેલ કરી હતી. જો કે ઘરે આટલું બધું મેનેજ કરવું મુશ્કેલ હતું, પરંતુ વિજયે પોતાનાથી બનતું બધું જ કર્યું. ટૂંક સમયમાં જ તે લુક પર ફર્યો, જે ફિલ્મ માટે જરૂરી હતો.