બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / નોળિયાવાળી દુલ્હન ચર્ચામાં આવી, લગ્નમાં આવેલા મહેમાનોને ભારે હેરાની, રહસ્ય ખુલતાં લેવાઈ ગયાં!
Last Updated: 02:48 PM, 10 June 2025
વિયેતનામમાં એક દુલ્હનને તેના માતાપિતા તરફથી ખૂબ જ ભવ્ય દહેજ મળ્યું જેમાં 100 નોળિયા સામેલ છે. નોળિયા વિશ્વની સૌથી મોંઘી કોફીમાંની એક - કોપી લુવાક પેદા કરે છે. 22 વર્ષીય દુલ્હન, જેનું નામ મીડિયામાં જાહેર કરવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
નોળિયા ઉપરાંત બીજી ઘણી ભેટો મળી
દુલ્હનને 100 નોળિયાની ઉપરાંત બે ડઝનથી વધુ સોનાના લગડીઓ, USD 20,000 રોકડા, USD 11,000 થી વધુ મૂલ્યના કંપનીના શેર, સાત મોંઘી મિલકતો અને અન્ય સંપત્તિનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
શું કામમાં આવે છે નોળિયા
નોળિયાના મળમાંથી વિશ્વની સૌથી મોંઘી કોફી પેદા થાય છે. તે ઉપરાંત તેનું માંસ વિયેતનામ તેમજ ચીનમાં વૈભવી ખોરાક તરીકે જોવામાં આવે છે, અને તેનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવામાં પણ થાય છે.
ADVERTISEMENT
શું બોલ્યાં કન્યાના પિતા
કન્યાના પિતાએ કહ્યું કે તેઓ ઇચ્છતા હતા કે તેમની પુત્રી પાસે આવક ઉત્પન્ન કરતી સંપત્તિ હોય જેથી તે આર્થિક રીતે સ્વતંત્ર રહી શકે. "મારી પુત્રી બિઝનેસ સ્કૂલ ગ્રેજ્યુએટ છે. તે આ મિલકતનો વહિવટ માટે સક્ષમ છે. પદ્ધતિ ગમે તે હોય, તે તેની નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે," તેમણે કહ્યું. સિવેટ્સ ઉગાડવા કે વેચવા તે સંપૂર્ણપણે તેના પર નિર્ભર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.