બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / VIDEOS: મોદી સ્ટેડિયમમાં છગ્ગા ચોગ્ગાનો વરસાદ, ડેબ્યૂ ખેલાડી ચમક્યો, શ્રેયસ શશાંકની આંધી

હાઈલાઈટ્સ / VIDEOS: મોદી સ્ટેડિયમમાં છગ્ગા ચોગ્ગાનો વરસાદ, ડેબ્યૂ ખેલાડી ચમક્યો, શ્રેયસ શશાંકની આંધી

Last Updated: 09:49 PM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કિંગ્સના અનકેપ્ડ ખેલાડી પ્રિયાંશ આર્યએ ગુજરાત ટાઇટન્સ સામે 47 રન બનાવ્યા. આ તેની IPL ડેબ્યૂ મેચ છે. તે DPLમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.

પ્રિયાંશ આર્યએ IPL ડેબ્યૂ:

પંજાબ કિંગ્સ સામે ઇનિંગની શરૂઆત કરતી વખતે પ્રિયાંશ આર્યએ 47 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ તેની IPL ડેબ્યૂ મેચ છે. દિલ્હી પ્રીમિયર લીગમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા બાદ આર્ય ચર્ચામાં આવ્યો હતો. પ્રિયાંશે 23 બોલમાં 47 રનની ઈનિંગ રમી, જેમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા.

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પંજાબ કિંગ્સ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરને ઇનિંગ્સની શરૂઆત કરી, બંનેએ પ્રથમ વિકેટ માટે 28 રન કર્યા હતા.

કેપ્ટન શ્રેયસ અય્યર અને શંશાકે પણ ગુજરાતની ટીમની જાટકણી કાઢી હતી અને ગ્રાઉન્ડમાં છગ્ગા ચોગ્ગાનો વરસાદ કર્યો હતો

અમદાવાદના ગ્રાઉન્ડ પર શ્રેયસ અય્ચરની તોફાની બેટીંગ કરી હતી.અને રનની સ્પીડને સતત આગળ વધારી હતી.

વધુ વાંચો: મુસ્કાન બાદ પ્રગતિ બની ડાકણ! લગ્ન કરીને તરત સોપારી આપીને પતિને મરાવી નાખ્યો, પ્રેમી સાથે ભાગી

પ્રિયાંશ આર્યએ DPLમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા

પ્રિયાંશ આર્યએ ગયા વર્ષે દિલ્હી પ્રીમિયર લીગની પહેલી સિઝનમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ તરફથી રમતા પ્રિયાંશે નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.

પ્રિયાંશ આર્યની ક્રિકેટ કારકિર્દી

IPLમાં ડેબ્યૂ કરનાર પ્રિયાંશ આર્ય કુલ 18 T20 મેચ રમી ચૂક્યો છે. આમાં તેણે 573 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 102 રન છે. એક સદી ઉપરાંત, તેણે 3 અડધી સદી પણ ફટકારી છે. આમાં તેના નામે 36 છગ્ગા અને 54 ચોગ્ગા છે. આ ઉપરાંત, પ્રિયાંશ આર્યએ લિસ્ટ A માં 7 મેચ રમી છે, જેમાં તેણે 77 રન બનાવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 GT vs PBKS Priyansh Arya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ