બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Videos: સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં જોવા મળ્યો સેલેબ્સનો જમાવડો, 'ભાઈજાન'ની ધમાકેદાર એન્ટ્રીએ ખેંચ્યું સૌનું ધ્યાન
Last Updated: 12:25 PM, 25 June 2024
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે ગઇકાલે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા છે અને આ પછી બોલિવૂડ સ્ટાઈલમાં તેમના મિત્રો અને સ્ટાર્સને ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અત્યારે સોશિયલ મીડિયા પર ફક્ત સોનાક્ષી-ઝહીરના લગ્ન અને ખાસ કરીને રિસેપ્શન પાર્ટીની ચર્ચા ચાલી રહી છે. સાથે જ આ પાર્ટીમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી જેના વિડિયા હાલ ઘણા વાયરલ થઈ રહ્યા છે.
રિસેપ્શન પાર્ટીમાં ન્યૂલી વેડ સોનાક્ષી સિન્હા સિંદૂર સાથે લાલ સાડી પહેરીને દેખાઈ હતી, જ્યારે ઝહીર ઓફ-વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યો હતો.
આ રિસેપ્શન પાર્ટીમાં અનિલ કપૂર, અજય દેવગન, ચંકી, રેખા, કાજોલ, સલમાન ખાન, હુમા કુરેશી અને તબ્બુ, અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમજ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું આ ગ્રાન્ડ રિસેપ્શન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટનમાં રાખવામાં આવ્યું હતું. આ પહેલા બંનેએ રવિવારે બપોરે સોનાક્ષીના બાંદ્રા એપાર્ટમેન્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા.
સોનાક્ષી અને ઝહીરના રિસેપ્શનમાં અનિલ કપૂર ડાન્સ કરતો જોવા મળ્યો હતો, સાથે જ કાજોલે પણ ઢોલ પર ખૂબ જ ડાન્સ કર્યો હતો. સોનાક્ષી અને ઝહીરના આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સોનાક્ષી સિન્હા-ઝહીર ઈકબાલના ગ્રાન્ડ રિસેપ્શનમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી.
બધા સ્ટાર્સ વચ્ચે સલમાન ખાનની ધમાકેદાર એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેના ઘણા વીડિયો વાય વાયરલ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સવિતાના બદલે કવિતા ભાભી / માર્કેટમાં નવા કવિતા ભાભી આવ્યા, રોજ સેક્સી તસ્વીરો લગાવીને પોસ્ટ કરી વધારે છે ગરમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.