બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Video: ગરબા રમતા-રમતા એક યુવકે એવો ખેલ કાઢ્યો કે થઇ ગયો ટ્રોલ, લોકોએ કહ્યું 'આને નોટંકી કહેવાય'
Last Updated: 07:13 PM, 7 October 2024
Viral Video: પુસ્તક વાંચતા ગરબા રમતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે બ્રાઉન કુર્તા અને જીન્સ પહેરેલ યુવક યુવતી સાથે ગરબા રમી રહ્યો છે. આ દરમિયાન તેના હાથમાં એક પુસ્તક પણ છે.
ADVERTISEMENT
'Padhne wale bacche kahi bhi padh lete hai' just got real 😭😭 pic.twitter.com/cieAIqUMmd
— Ankita (@Memeswalimulagi) October 6, 2024
પુસ્તક વાંચતા ગરબા રમતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે બ્રાઉન કુર્તા અને જીન્સ પહેરેલ યુવક યુવતી સાથે ગરબા રમી રહ્યો છે. આ દરમિયાન તેના હાથમાં એક પુસ્તક પણ છે. ખાસ વાત એ છે કે યુવક ગરબા કરતી વખતે પણ પુસ્તક વાંચવામાં મગ્ન છે. તેની આંખો ચોપડીમાંથી ખસવાનું નામ નથી લઈ રહી. વીડિયોમાં તેના મિત્રો હસતા જોવા મળી રહ્યા છે, જ્યારે ત્યાં હાજર અન્ય લોકો પણ તેની ધગસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ADVERTISEMENT
આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'અભ્યાસ કરતા બાળકો ગમે ત્યાં અભ્યાસ કરી શકે છે'. 15 સેકન્ડનો આ વીડિયો લાખોથી વધુ વખત જોવામાં આવ્યો છે. કેટલાક લોકોએ તેને ખતરનાક સ્ટંટ ગણાવ્યો, જ્યારે મોટા ભાગના યુઝર્સ તેના પર હસ્યા અને મજાક ઉડાવી.
ADVERTISEMENT
વાંચતા યુવક ડાન્સ કરતો જોવા મળ્યો
ADVERTISEMENT
એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 'એવું લાગે છે કે તે UPSCની તૈયારી કરી રહ્યો છે'. અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'નવેમ્બરની પરીક્ષાની તૈયારી કરી રહેલા CA વિદ્યાર્થી જેવો દેખાય છે.' અન્ય એક યુઝરે કહ્યું કે જ્યારે તમે ડાન્સર બનવા માટે જન્મ્યા છો, પરંતુ તમને વિદ્યાર્થી બનવા માટે મજબૂર કરવામાં આવે છે. આ ફની વિડીયોએ નવરાત્રીના આ તહેવારમાં હળવો અને રમુજી રંગ ઉમેર્યો છે અને લોકો તેને જોઈને હસવા લાગ્યા છે.
ADVERTISEMENT
માતાજીને પ્રસન્ન કરતા રંગો
હાલ સમગ્ર દેશમાં નવરાત્રીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ 9 દિવસ માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. તેનો ભક્તોને લાભ પણ મળે છે. પરંતુ આ 9 દિવસ સુધી વ્યક્તિને અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. શારદિય નવરાત્રી વખતે ભક્તોએ અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ નહીં તો પૂજાનું ફળ નથી મળતું. આ સમય દરમિયાન એ વાત પર પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમારે કેવા પ્રકારના કપડા પહેરવા જોઈએ અને કેવા રંગના કપડાથી 9 દિવસ દૂર રહેવું જોઈએ. નવરાત્રીમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરતા રંગોને પહેરવામાં આવે છે. આ 9 દિવસ સુધી પીળા, લીલા, સફેદ, ગુલાબી, જાંબુડીયો, બ્લૂ, લાલ, ભૂરો અને કેસરી રંગના કપડા પહેવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ શું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે રાખી શકે કરવા ચોથનું વ્રત? આ ધાર્મિક નિયમ પાળવો અતિ આવશ્યક
શારદિય નવરાત્રીમાં કયા રંગના કપડા ન પહેરવા?
શારદિય નવરાત્રીમાં એક રંગ એવો પણ છે જેને ન પહેરવો જોઈએ. આ રંગનું કપડુ પહેરવાથી નુકસાન થાય છે. આ રંગ છે બ્લેક. શારદિય નવરાત્રી વખતે કોઈ પણ દિવસે કાળા રંગના કપડાને પહરવાથી બચો. કહેવાય છે કે આ કાળો રંગ નકારાત્મકતાને પ્રત્સાહન આપે છે અને પૂજાના હિસાબથી શુભ નથી માનવામાં આવતા. માટે આ રંગના કપડા ન પહેરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.